JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

પંચાયત વેબ સિરીઝના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રા પહેલા ક્રૂડ ઓઈલ એક્સપ્લોરર તરીકે કરતા હતા નોકરી

Oct 29, 2026 | 11:35 | By JAMNAGAR MIRROR
પંચાયત વેબ સિરીઝના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રા પહેલા ક્રૂડ ઓઈલ એક્સપ્લોરર તરીકે કરતા હતા નોકરી
આઈઆઈટી બોમ્બેથી એન્જિનિયરિંગ કરનાર દીપક કુમાર મિશ્રાએ થિયેટરથી કારકિર્દી શરૂ કરીને કેવી રીતે સુપરહિટ પંચાયત સિરીઝ બનાવી તેની રસપ્રદ સફર. સિરીઝના સચિવ, બનરાકસ અને પ્રધાનજી જેવા પાત્રો પાછળની વાતો પણ સામે આવી છે.

દેશભરમાં ધૂમ મચાવનારી પોપ્યુલર વેબ સિરીઝ પંચાયત ના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રા આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગયા છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ડિરેક્ટર બનતા પહેલા તેઓ ક્રૂડ ઓઈલ એક્સપ્લોરર એટલે કે ઓઈલ એક્સપ્લોરર તરીકે કામ કરતા હતા. ઉત્તર પ્રદેશના બનારસના રહેવાસી દીપકે આઈઆઈટી બોમ્બેમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યાં કોલેજકાળ દરમિયાન તેમનો ઝોક થિયેટર તરફ વધ્યો હતો. તેઓ નાટકોમાં લેખન, દિગ્દર્શન અને અભિનય કરતા હતા. આઈઆઈટીમાં જ તેમની મુલાકાત ટીવીએફના ફાઉન્ડર અરુણાભ કુમાર સાથે થઈ હતી અને વર્ષ 2011-12ની આસપાસ તેમણે ટીવીએફના પહેલા વાયરલ વિડિયો રોડીઝમાં કામ કર્યું હતું, જ્યાંથી તેમની ડિજિટલ મનોરંજનની સફર શરૂ થઈ હતી.

શરૂઆતમાં ટૂંકી સ્કીફ અને પેરોડી વિડિયો બનાવ્યા બાદ દીપક અને તેમની ટીમે 2014માં પરમેનેન્ટ રૂમમેટ્સ જેવી લોંગ-ફોર્મ સિરીઝ બનાવીને ડિજિટલ પ્લેટફોર્મ પર મોટું નામ બનાવ્યું. ત્યારબાદ પંચાયત સિરીઝનો વિચાર આવ્યો, જે દીપક મિશ્રાના બનારસ નજીકના ગામડાઓની બાળપણની યાદો અને રાઈટર ચંદન કુમારના બિહારના ગ્રામીણ અનુભવો પર આધારિત હતો. ખાસ વાત એ છે કે શરૂઆતમાં આ સિરીઝ માત્ર 10 લાખ રૂપિયાના બજેટમાં 5 એપિસોડની શોર્ટ સિરીઝ તરીકે યુટ્યુબ પર રિલીઝ કરવાનો પ્લાન હતો, કારણ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ તેને લેવા તૈયાર નહોતું. પરંતુ બાદમાં પ્રાઈમ વિડિયો આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયો અને વર્ષ 2020માં રિલીઝ થયેલી આ સિરીઝે દેશભરમાં ઈતિહાસ રચી દીધો.

પંચાયતની અપાર સફળતા બાદ દીપક મિશ્રા હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સાથે વીવાન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ નામની ફેન્ટસી ફોકલોર ફીચર ફિલ્મ બનાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હોવાથી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું તેમનું બાળપણનું સપ્નું હતું, જે તેમણે એક સરકારી કેમ્પેઈન દરમિયાન પૂરું પણ કર્યું છે. તેમની આ સફર આસાન નહોતી રહી અને તેમને તથા તેમની ટીમને અનેક રીજેક્શન્સનો પણ સામનો કરવો પડ્યો હતો, છતાં પોતાની મહેનતથી તેઓ આજે ઓસ્કર એવોર્ડ જીતી શકે તેવી ભારતીય ફિલ્મ બનાવવાનું મોટું સ્વપ્ન સેવી રહ્યા છે.

LATEST ARTICLES