JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ઝોમેટો લાવે છે ખાસ મેહમાન મોડ, હવે ગેસ્ટ્સ સામે ઓર્ડર કરતી વખતે સંકોચ નહીં રાખવો પડે

Oct 29, 2026 | 12:20 | By JAMNAGAR MIRROR
ઝોમેટો લાવે છે ખાસ મેહમાન મોડ, હવે ગેસ્ટ્સ સામે ઓર્ડર કરતી વખતે સંકોચ નહીં રાખવો પડે
સોશિયલ મીડિયા પર યુઝરે કરેલી એક નાની સલાહથી પ્રભાવિત થઈને ઝોમેટો કંપની આ અઠવાડિયે જ મેહમાન મોડ ફીચર લાવી રહી છે. આ નવા ફીચરની મદદથી એપમાં ફૂડના ભાવ છુપાઈ જશે, જેથી ઘરે આવેલા મહેમાનો કોઈ પણ સંકોચ વગર પોતાની પસંદગીનું ખાવાનું મંગાવી શકશે અને હોસ્ટ પેમેન્ટ કરી શકશે.

બુધવારે ઝોમેટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલે જાહેરાત કરી હતી કે તેમની ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કંપની આ અઠવાડિયે જ એક નવું 'મેહમાન મોડ' ફીચર રોલઆઉટ કરવા જઈ રહી છે. લિંક્ડઈન પર આયુષ્માન અગ્રવાલ નામના માર્કેટિંગ મેનેજરે એક પોસ્ટ મૂકીને આ ફીચરનો આઈડિયા આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ઘરમાં મહેમાનો આવે છે ત્યારે ફોન પાસ કરીને ઓર્ડર કરાવતી વખતે ભાવ જોઈને થોડો સંકોચ કે અછત અનુભવાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે તેમણે એપમાં જ પ્રાઇસ હાઇડ કરવાનો ટૉગલ આપવાનું સૂચન કર્યું હતું, જેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આ પોસ્ટ પર 2800થી વધુ રીએક્શન્સ તેમજ 74 કૉમેન્ટ્સ આવી હતી.

આયુષ્માન અગ્રવાલના આ આઈડિયાથી ખુશ થઈને દીપિન્દર ગોયલે તરત જ રિસ્પોન્ડ કર્યું હતું અને આભાર માનતા જણાવ્યું હતું કે કંપની આ જ અઠવાડિયે આ ફીચર લાઈ રહી છે. આ નવા મોડને કારણે હોસ્ટ નિશ્ચિંત થઈને મહેમાનોના હાથમાં ફોન આપી શકશે, કારણ કે તેમાં કોઈ પ્રાઇસ નહીં દેખાય, જેથી કોઈ શરમ કે ખચકાટ વગર મનપસંદ ઓર્ડર થઈ શકશે અને છેલ્લે હોસ્ટ જાતે ફોન લઈને પેમેન્ટ કરી શકશે. આ નાની પણ ખૂબ જ ઉપયોગી અપડેટથી યુઝર્સનો ઓર્ડરિંગ એક્સપિરિયન્સ વધુ સ્મૂથ બનશે.

બીજી તરફ, ઝોમેટોની પેરેન્ટ કંપની ઇટરનલ હવે કન્ઝ્યુમર એઆઈ સ્પેસમાં પણ એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં ડાર્ક નામનું એક નવું એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જે પ્રાઇવેટ કન્વર્સેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન તેમજ યુઝર-કંટ્રોલ્ડ મેમરી જેવા સિક્યોરિટી ફીચર્સ મળશે. હાલમાં ઇટરનલ કંપની ઝોમેટો ઉપરાંત બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યોર જેવી જાણીતી સર્વિસીસ સફળતાપૂર્વક ચલાવી રહી છે.

LATEST ARTICLES