JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

નાના શહેરની ૩૦ બેડની હોસ્પિટલથી લઈને દક્ષિણ ભારતના મોટા હેલ્થકેર ગ્રુપ સુધીની કૌવેરી હોસ્પિટલ્સની પ્રેરણાસભર સફર

નાના શહેરની ૩૦ બેડની હોસ્પિટલથી લઈને દક્ષિણ ભારતના મોટા હેલ્થકેર ગ્રુપ સુધીની કૌવેરી હોસ્પિટલ્સની પ્રેરણાસભર સફર
વર્ષ ૧૯૯૯માં તિરૂચિરાપલ્લીથી શરૂ થયેલી કૌવેરી હોસ્પિટલ્સે આજે ૨૫ વર્ષમાં ૧૩ હોસ્પિટલ્સ અને ૨,૫00 બેડના મજબૂત નેટવર્ક તરીકે અદ્ભુત સફળતા હાંસલ કરી છે. ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ અને વ્યાજબી કિંમતને પ્રાથમિકતા આપનાર આ ગ્રુપ ટૂંક સમયમાં જ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

વર્ચ ૧૯૯૯માં ડૉ. એસ. ચંદ્રકુમાર અને ડૉ. એસ. મણિવન્નન દ્વારા તિરૂચિરાપલ્લીના પુથુર ખાતે ભાડાના મકાનમાં માત્ર ૩૦ બેડની હોસ્પિટલથી શરૂઆત થઈ હતી. ડૉ. ચંદ્રકુમાર જેઓ ખુદ એનેસ્થેસિયોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, તેમણે નાના શહેરોના દર્દીઓને ગંભીર બીમારીઓ વખતે મોટા મહાનગરોમાં ધક્કા ખાતા અને ઊંચા ખર્ચનો સામનો કરતા જોયા હતા. આ સમસ્યાના નિવારણ માટે તેમણે પોતાના જ શહેરમાં ઉત્તમ ટ્રોમા અને ક્રિટિકલ કેરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો હતો. શરૂઆતના દિવસોમાં સ્થાપકો જાતે જ દર્દીઓની સારવાર અને ઓપરેશન્સમાં સક્રિય રહેતા હતા, જેના પરિણામે માત્ર ત્રણ વર્ષમાં જ હોસ્પિટલ ૩૦ બેડથી વધીને ૧૦૦ બેડની થઈ ગઈ અને વર્ષ ૨૦૦૬ સુધીમાં ૨૦૦ બેડ સુધી પહોંચી ગઈ.

સમયની સાથે ક્લિનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નાની હોસ્પિટલ એક વિશાળ મલ્ટિસ્પેશ્યાલિટી સંસ્થાનમાં પરિવર્તિત થઈ ગઈ. વર્ષ ૨૦૦૮-૦૯માં સીહોર્સ હોસ્પિટલના અધિગ્રહણ બાદ તેની ક્ષમતા ૩૫૦ બેડની થઈ ગઈ અને ગ્રુપને કોર્પોરેટ મેનેજમેન્ટનો મહત્વપૂર્ણ અનુભવ મળ્યો. પિરામલ ગ્રુપ સમર્થિત ઇન્ડિયા વેન્ચર એડવાઇઝર્સના પ્રવેશથી સંસ્થામાં નાણાકીય શિસ્ત અને પ્રોફેશનલ ગવર્નન્સ આવ્યું. કૌવેરી હોસ્પિટલ્સે ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનો બાંધછોડ કર્યા વિના બજારના અન્ય હરીફો કરતા ૨૦ થી ૨૫ ટકા ઓછા ખર્ચે સારવાર પૂરી પાડવાનું મોડેલ અપનાવ્યું. આનાથી મધ્યમ વર્ગીય પરિવારો પોતાની જીવનભરની બચત ગંભીર બીમારી પાછળ ગુમાવવાથી બચી ગયા, અને ગ્રુપે ખર્ચ ઘટાડવાને બદલે સંચાલકીય કુશળતા દ્વારા કિંમતોને ઓપ્ટિમાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આજે કૌવેરી ગ્રુપ તમિલનાડુ અને બેંગલુરુમાં ૧૩ હોસ્પિટલોનું સંચાલન કરી રહ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. ૩,૦૦૦ કરોડની આવક અપેક્ષિત છે. આગામી ત્રણ વર્ષમાં હોસ્પિટલ પોતાની બેડ ક્ષમતાને બમણી કરીને ૭,૦૦૦ બેડ સુધી લઈ જવાની મહત્ત્વાકાંક્ષી યોજના ધરાવે છે, જેના માટે ચેન્નાઈ, સાલેમ, હોસુર અને બેંગલુરુમાં નવા કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ વિસ્તરણ માટે આંતરિક ભંડોળ, દેવા ઉપરાંત લાઈટરોક પાસેથી એકત્ર કરાયેલા રૂ. ૫૦૦ કરોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેલ્થકેર ક્ષેત્રમાં લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહેલું આ ગ્રુપ હવે ટૂંક સમયમાં જ શેરબજારમાં પ્રવેશીને આઈપીઓ (IPO) લાવવાની દિશામાં મજબૂત પગલાં ભરી રહ્યું છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES