JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સોનગઢમાં પરિણીતાના આપઘાત પ્રકરણે મોટો ખુલાસો, પતિ અને સસરા જેરબ્બે

સોનગઢમાં પરિણીતાના આપઘાત પ્રકરણે મોટો ખુલાસો, પતિ અને સસરા જેરબ્બે
તાપી જિલ્લાના સોનગઢમાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ ગંભીર મામલે પોલીસે સત્વરે કાર્યવાહી કરીને પતિ અને સસરાની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

તાપી જિલ્લામાં શરીર અને મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ મેળવવા તેમજ વણઉકલ્યા કેસોના ભેદ ઉકેલવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ જ દિશામાં સક્રિય કામગીરી કરતા સોનગઢ પોલીસે એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા આ સંવેદનશીલ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે, જ્યાં એક નિર્દોષ પરિણીતાએ સાસરીયાઓના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્યંતિક પગલું ભરવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોનગઢના બોરદા ગામના રહેવાસી કેસાભાઈ જનતાભાઈની પુત્રી નેહાબેન ઉર્ફે નાનીબેનના લગ્ન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પીપલાપાણી ગામે થયા હતા. લગ્નજીવનના થોડા સમય બાદથી જ સાસરી પક્ષ દ્વારા નેહાબેન પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. પતિ અજયભાઈ અને સસરા રામસીંગભાઈ દ્વારા પરિણીતાને અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલું જ નહીં, સાસરીયાઓ દ્વારા "તારે અહીં રહેવાનું પણ નથી અને તને છૂટાછેડા પણ આપવાના નથી" તેમ કહીને તેને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે પરિણીતા અત્યંત હતાશામાં સરી પડી હતી.

આ ત્રાસથી કંટાળીને નેહાબેને ખેતરમાં જઈને નિંદણ મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેથી સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના બાદ મૃતક પરિણીતાના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા પતિ અજયભાઈ રામસીંગભાઈ વસાવા અને સસરા રામસીંગભાઈ મંજીભાઈ વસાવાની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ પ્રોબેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. શર્મા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES