JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એઆઈ ટોકન્સને ગણાવ્યા નકામા બિઝનેસ યુનિટ

Oct 31, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એઆઈ ટોકન્સને ગણાવ્યા નકામા બિઝનેસ યુનિટ
ઓપનએઆઈના વડા સેમ ઓલ્ટમેને એક પોડકાસ્ટમાં એઆઈ ટોકન્સને વ્યવસાયિક મૂલ્ય માપવા માટે અયોગ્ય ગણાવ્યા છે, જ્યારે એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગે એન્જિનિયરોને પગાર ઉપરાંત ટોકન્સ આપવાની હિમાયત કરી હતી.

ઓપનએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) સેમ ઓલ્ટમેને હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે વપરાતા 'ટોકન્સ'ની પ્રાઈસિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્ટ્રાઈપના સહ-સ્થાપક જ્હોન કોલિસન સાથેની વાતચીતમાં ઓલ્ટમેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બિઝનેસ વેલ્યુની દ્રષ્ટિએ એઆઈ ટોકન્સ એ એક પ્રકારનું "ખોટું અને બનાવટી યુનિટ" છે. તેમનું માનવું છે કે ગ્રાહકો ભલે પ્રાઈસિંગ માટે ટોકન્સનો ઉપયોગ પસંદ કરતા હોય, પરંતુ વાસ્તવિક વ્યવસાયિક મૂલ્ય કે જેન્યુઈન બિઝનેસ ગ્રોથ માપવા માટે આ યોગ્ય માપદંડ નથી. કંપનીઓ જે રીતે પોતાના મોડેલ્સના વપરાશ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે, તેની પદ્ધતિ સામે પણ ઓલ્ટમેને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ગ્રાહકોની માનસિકતા વિશે વાત કરતા સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે ગ્રાહકો હંમેશાં એ જાણવા માટે આતુર હોય છે કે તેઓ શેના માટે નાણાં ચૂકવી રહ્યા છે. એઆઈ મોડેલ દ્વારા કરવામાં આવેલા ચોક્કસ કામના આધારે બિલ મોકલવાની પદ્ધતિ ગ્રાહકોને અસહજ બનાવે છે. તેમણે એક રસપ્રદ કિસ્સો શેર કરતા કહ્યું કે જ્યારે તેમણે ગ્રાહકોને પૂછ્યું કે શું તેઓ વધુ કિંમત ચૂકવવા તૈયાર છે જો તેમને નિશ્ચિત અને સુસંગત ટોકન્સ મળતા હોય, તો ગ્રાહકોએ તરત જ હકારમાં જવાબ આપ્યો હતો. ગ્રાહકો કૃત્રિમ રીતે વધારવામાં આવેલા (ઇન્ફ્લેટેડ) ટોકન્સ સ્વીકારવા તૈયાર છે પરંતુ અસ્પષ્ટ બિલિંગ પદ્ધતિ તેમને મંજૂર નથી, કારણ કે તેમને ડર હોય છે કે ભવિષ્યમાં કિંમતો અચાનક વધી જશે.

સેમ ઓલ્ટમેનનું આ નિવેદન એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગના તાજેતરના વિચારોથી તદ્દન વિપરીત છે. વર્ષની શરૂઆતમાં જેેનસન હુઆંગે પોતાના એન્જિનિયરોને મૂળભૂત પગાર ઉપરાંત બોનસ તરીકે 'એઆઈ ટોકન્સ' આપવાની ઓફર કરી હતી, કારણ કે તેમનું માનવું હતું કે જે પણ એન્જિનિયર પાસે ટોકન્સની પહોંચ હશે તે વધુ ઉત્પાદક બનશે. આમ છતાં, ઓલ્ટમેન માને છે કે ટોકન્સ એ માત્ર એક આભાસી યુનિટ છે અને ગ્રાહકો અસ્પષ્ટ બિલિંગને બદલે પારદર્શિતા અને સ્પષ્ટતાને પ્રાથમિકતા આપે છે. એઆઈ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રાઈસિંગ મોડેલને લઈને ચાલી રહેલી આ ચર્ચા ભવિષ્યમાં કંપનીઓ કઈ રીતે ગ્રાહકો સાથે વ્યવહાર કરશે તેની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

LATEST ARTICLES