JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

પ્લુટો પછી સૌરમંડળના છેડે મળ્યો રહસ્યમય બરફીલો પિંડ, શું ફરી શરૂ થશે ગ્રહોની વ્યાખ્યા પર વિવાદ

Oct 29, 2026 | 13:11 | By JAMNAGAR MIRROR
પ્લુટો પછી સૌરમંડળના છેડે મળ્યો રહસ્યમય બરફીલો પિંડ, શું ફરી શરૂ થશે ગ્રહોની વ્યાખ્યા પર વિવાદ
વર્ષ 2006માં પ્લુટોને ગ્રહના દરજ્જામાંથી હટાવ્યા બાદ હવે સૌરમંડળના છેડેથી એક નવો બરફીલો પિંડ મળી આવ્યો છે. ચિલીની વેધશાળામાં શોધાયેલા આ પિંડનું નામ 2026 ED138 રાખવામાં આવ્યું છે, જેણે વૈજ્ઞાનિકોમાં ડ્રાફ્ટ પ્લેનેટ એટલે કે વામન ગ્રહની વ્યાખ્યાને લઈને નવો ઉત્સાહ અને ચર્ચા જગાવી છે.

વર્ષ 2006માં પ્લુટોને સૌરમંડળના નવમા ગ્રહ તરીકેનું સ્થાન ગુમાવવું પડ્યું હતું અને તેને વામન ગ્રહ જાહેર કરાયો હતો. હવે આ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે પ્લુટોની પેલે પાર સૌરમંડળના સાડા સાત છેડે એક નવો બરફીલો પિંડ મળી આવ્યો છે. ચિલી સ્થિત વેરા સી રૂબિન ઓબ્ઝર્વટરીની મદદથી શોધાયેલા આ નવા પિંડની માહિતી વોશિંગ્ટનના સ્પોકેન ખાતે મળેલી વૈજ્ઞાનિકોની મિટિંગમાં જાહેર કરવામાં આવી હતી. આ શોધ સાથે જ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે આખરે કઈ ચીજવસ્તુને ગ્રહ કે વામન ગ્રહ કહી શકાય, જેના કારણે ખગોળશાસ્ત્રીઓમાં ભારે રસ જાગ્યો છે.

આ નવા શોધાયેલા પિંડને 2026 ED138 નામ આપવામાં આવ્યું છે. હાર્વર્ડ એન્ડ સ્મિથસોનિયનના એસ્ટ્રોફિઝિસિસ્ટ મેટ હોલમેને સૌપ્રથમ આ પિંડને શોધી કાઢ્યો હતો. સંશોધકોના અંદાજ મુજબ આ પિંડ આશરે 600 થી 1500 km જેટલો પહોળો છે અને તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરથી આશરે 46 ગણા વધુ અંતરે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. જો સરખામણી કરીએ તો પ્લુટો સૂર્યથી આશરે 40 ગણા અંતરે ફરે છે. હાલમાં વૈજ્ઞાનિકો તેની વાસ્તવિક સાઈઝ નક્કી કરવા મથામણ કરી રહ્યા છે કારણ કે તે સૂર્યના પરાવર્તિત પ્રકાશથી દેખાય છે. તેની સાઈઝ ચોક્કસ માપવા માટે ચિલીની જ એલમા ટેલિસ્કોપની મદદ લેવામાં આવી રહી છે, જે તેના દ્વારા ઉત્સર્જિત થતા પ્રકાશને પકડી શકે છે.

કોઈપણ અવકાશી પિંડને વામન ગ્રહ બનવા માટે તેનું દળ એટલું હોવું જરૂરી છે કે તેનું ગુરુત્વાકર્ષણ બળ તેને ગોળાકાર આકારમાં બાંધી શકે. પ્રાથમિક અંદાજ મુજબ 2026 ED138 આ શરત પૂરી કરતો દેખાય છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ માટે હજુ વધુ ઓબ્ઝર્વેશન જરૂરી છે. જો આ પિંડની વામન ગ્રહ તરીકે પુષ્ટિ થશે, તો તે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનામિકલ યુનિયન દ્વારા માન્યતા પ્રાપ્ત પ્લુટો, એરિસ, હોમિયા, મકેમકે અને સેરેસ જેવા પાંચ વામન ગ્રહોની યાદીમાં જોડાઈ જશે. પ્લુટોની જેમ જ આ નવો પિંડ પણ નેપ્ચ્યુનની પાછળના બરફીલા વિસ્તારમાં આવેલો છે, જે ભવિષ્યમાં ખગોળ વિજ્ઞાનમાં મોટા ખુલાસા કરી શકે છે.

LATEST ARTICLES