અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) માં મોટો ડેટા બ્રીચ થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં હૈકર્સે હજારો કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સની માહિતી સાર્વજનિક કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન અભિયાન અને બોર્ડર એન્ફોર્સમેન્ટનીતિઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે આ ઘટના બની છે. તાજેતરમાં ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા માસ્ક અને સનગ્લાસ પહેરવા તથા પોતાની ઓળખ છુપાવવા બાબતે ભારે ટીકા થઈ રહી હતી, તેવા સમયે જ આ લીકે સરકારી સિસ્ટમની સુરક્ષા પર મોટા સવાલો ખડા કર્યા છે.
બુધવારે આ લીક થયેલો ડેટા આઇસપિક (Icepick) નામના સર્ચેબલ ઓનલાઈન ડેટાબેઝ પર પબ્લિશ કરવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ પીસ નામના એક્ટિવિસ્ટ ગ્રૂપના જણાવ્યા અનુસાર, તેમણે DHS કર્મચારીઓ દ્વારા વપરાતી સિંગલ સાઈન-ઓન સર્વિસ મારફતે આ માહિતી મેળવી હતી, જ્યારે સાયબર સિક્યોરિટી રિસર્ચ માયા આરસન ક્રાઇમ અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સીક્રેટ્સ (DDoSecrets) એ આ ડેટાને સાર્વજનિક કરવામાં મદદ કરી હતી. આ લીક થયેલા રેકોર્ડ્સમાં કુલ 41,000 થી વધુ કર્મચારીઓના નામ, કામના સરનામા, ફોન નંબર અને જોબ ડિસ્ક્રિપ્શન સામેલ છે. આ ડેટામાં કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના 21,000 થી વધુ અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) સાથે જોડાયેલા લગભગ 6,600 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટigations, ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ અને સાયબર સિક્યોરિટી એજન્સીના કર્મચારીઓની વિગતો પણ આમાં સામેલ છે.
આ ગંભીર મામલે DHS ના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે ડિપાર્ટમેન્ટ સંભવિત ડેટા બ્રીચથી વાકેફ છે અને સ્થિતિ પર કાબૂ મેળવવા કામ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે કર્મચારીઓની સુરક્ષા જોખમાવનાર બાબતોને ગંભીરતાથી લેવામાં આવે છે અને ટૂંક સમયમાં વધુ અપડેટ્સ આપવામાં આવશે. બીજી બાજુ, આ ડેટા જાહેર કરનાર ગ્રૂપ્સ અને DDoSecrets ના સહ-સ્થાપક એમા બેસ્ટનું સ્પષ્ટ કહેવું છે કે આનો હેતુ કોઈ કર્મચારીઓનો ડેટા ચોરવાનો નહોતો, પરંતુ ઓપરેશન દરમિયાન અધિકારીઓની અનામી સ્થિતિ ખતમ કરીને તેમને જવાબદાર બનાવવાનો છે.
