JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

TVS મોટર કંપની કન્ઝ્યુમર ફાઇનાન્સ બિઝનેસને અલગ કરશે, શેરહોલ્ડર્સને મળશે નવા શેર

Oct 29, 2026 | 04:20 | By JAMNAGAR MIRROR
TVS મોટર કંપની કન્ઝ્યુમર ફાઇનાન્સ બિઝનેસને અલગ કરશે, શેરહોલ્ડર્સને મળશે નવા શેર
TVS મોટર કંપનીએ પોતાના કન્ઝ્યુમર ફાઇનાન્સ સંબંધિત રોકાણને એક અલગ લિસ્ટેડ હોલ્ડિંગ કંપનીમાં ડિમર્જ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવને બોર્ડની મંજૂરી મળી ગઈ છે અને કંપનીના હાલના શેરહોલ્ડર્સને નવી કંપનીમાં સમાન પ્રમાણમાં શેર મળશે.

ચેન્નાઈ સ્થિત દિગ્ગજ ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર મેકર TVS મોટર કંપનીએ પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરતા કન્ઝ્યુમર ફાઇનાન્સ સંબંધિત રોકાણને એક અલગ લિસ્ટેડ હોલ્ડિંગ કંપનીમાં ડિમર્જ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 15 વર્ષથી ઊભી થયેલી આ ફાઇનાન્સિયલ સર્વિસિસબિઝનેસ હવે મુખ્ય મોmobility બિઝનેસની સાથે એક સ્વતંત્ર ગ્રોથ એન્જિન તરીકે બહાર આવશે. બુધવારે મળેલી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ TVS મોટરના TVS ક્રેડિટ સર્વિસિસ અને અન્ય નોન-કોર રોકાણોને નવી એન્ટિટીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડિમર્જરમાં પ્રમોટર્સ અને પબ્લિક ઇન્વેસ્ટર્સ સહિતના હાલના તમામ શેરહોલ્ડર્સને તેમના વર્તમાન હોલ્ડિંગના પ્રમાણમાં નવી કંપનીમાં સરખા શેર્સ મળશે અને TVS મોટર નવી કંપનીમાં સીધો હિસ્સો જાળવી રાખશે નહીં.

TVS મોટર કંપનીના ચેરમેન સુદર્શન વેણુના જણાવ્યા અનુસાર, ભારતનું ફાસ્ટ ગ્રોઇંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટર લાંબા ગાળાના ગ્રોથ માટે શાનદાર તકો પૂરી પાડે છે અને આ નવી સ્ટ્રક્ચરથી બંને બિઝનેસને પોતાની પ્રાથમિકતાઓ મુજબ આગળ વધવાની સ્વતંત્રતા મળશે. TVS મોટરના CFO કે ગોપાલા દેશિકને જણાવ્યું હતું કે RBIના ડાયરેક્ટિવ મુજબ NBFC ઓપરેશન્સનું એકત્રીકરણ માર્ચ કે એપ્રિલ 2027 સુધીમાં પૂરું થઈ જશે, જ્યારે ડિમર્જરની તારીખ 20 જુલાઈ, 2027 નક્કી કરવામાં આવી છે. હાલમાં TVS ક્રેડિટ સર્વિસિસની નેટવર્થ 6,500 કરોડ રૂપિયા અને લોન બુક 33,818 કરોડ રૂપિયાની છે, જે હોમ ક્રેડિટ ઇન્ડિયા સાથે મળીને દેશભરમાં 45 મિલિયનથી વધુ કસ્ટમર્સને સર્વિસ આપે છે. વધુમાં, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં એજ્યુકેશન ફાઇનાન્સ કંપની વર્થાનાનું અધિગ્રહણ કર્યું છે અને જાના સ્માલ ફાઇનાન્સ બેંકમાં પણ રોકાણ કર્યું છે.

આ સાથે જ TVS મોટર કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે, કેમ કે હાઈ બેઝ અને મોંઘા રો મટીરિયલ્સને કારણે આઉટલુક થોડું સાવચેતીભર્યું બન્યું છે. કંપનીએ Q3 ની શરૂઆતમાં જ નાની કિંમતમાં વધારો કર્યો છે અને દિવાળી પછી આગળના વધારા અંગે સમીક્ષા કરશે. નાણાકીય વર્ષ 2027ના Q2 માં કંપનીનો નેટ પ્રોફિટ 52 ટકા વધીને 1,377 કરોડ રૂપિયા અને રેવન્યુ 44 ટકા વધીને 17,103 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બિઝનેસની જરૂરિયાત મુજબ TVS ક્રેડિટ સર્વિસિસમાં વધુ 1,200 કરોડ રૂપિયાનું ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવા પર પણ વિચારણા ચાલી રહી છે.

LATEST ARTICLES