JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દાહોદના સિંગવડમાં ગેરકાયદે ક્વાર્ટ્ઝ ખનન સામે લાલ આંખ, 5 ટ્રક અને 1 જેસીબી સીઝ

Oct 29, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
દાહોદના સિંગવડમાં ગેરકાયદે ક્વાર્ટ્ઝ ખનન સામે લાલ આંખ, 5 ટ્રક અને 1 જેસીબી સીઝ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સયુંક્ત દરોડો પાડીને બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવતું ક્વાર્ટ્ઝ ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ખનીજ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ગેરકાયદે ખનન સામે તંત્રએ સકંજો કસ્યો છે. ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર કચેરી અને રણધીકપુર પોલીસની ટીમે બાતમીના આધારે સંયુક્ત રીતે આ વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેના કારણે ખનન કરતા તત્વોમાં ભારે હચમચ મચી ગઈ હતી.

સ્થળ તપાસ દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર એટલે કે ક્વાર્ટ્ઝ ખનીજનું ઉત્ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ દરોડામાં ખનીજ ભરેલી કુલ 5 ટ્રકો અને ખનન કામગીરીમાં વપરાતું 1 જેસીબી મશીન ઝડપાઈ ગયું હતું. અધિકારીઓએ તાત્કાલિક તમામ વાહનો અને મશીનરી કબજે કરીને આશરે રૂ. 15 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હાલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ મામલે જરૂરી પરવાનગીઓ અને દસ્તાવેજોની ચકાસણી કરીને દંડકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને ગેરકાયદેસર ખનન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

LATEST ARTICLES