રાજકોટ શહેરમાં દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચ (PCB) સક્રિય બનીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ જ ક્રમમાં પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શહેરમાં નાકાબંધી અને પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમી અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.
પીસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રોડ પર આવેલી રાણીમા રૂૂડીમા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં ઊભેલી એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો છૂપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એ.એસ.આઈ. સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરા અને હિરેન્દ્રસિંહ પરમાર સહિતના સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને નિર્ધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસની આ અચાનક થયેલી રેડથી બુટલેગરોમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થળ પરથી મહત્વના પુરાવાઓ મળી આવ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન પાર્કિંગમાં રહેલી ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ ૪૨૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૧,૦૧,૪૦૦ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા અલીએહમદ બસીર શેખ નામના ૨૯ વર્ષીય શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે જે વિનોદનગર આવાસ યોજનામાં રહે છે. પોલીસે રૂ. ૧,૦૧,૪૦૦ ની કિંમતનો દારૂ અને રૂ. ૮ લાખની કિંમતની ક્રેટા કાર સહિત કુલ રૂપિયા ૯,૦૧,૪০০ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
