JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટના રામનાથપરામાં પોલીસના દરોડા: ૧૧ હજારના ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઈ

રાજકોટના રામનાથપરામાં પોલીસના દરોડા: ૧૧ હજારના ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઈ
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ૨૨૨ ગ્રામ ગાંજા સાથે નજમા મોગલ નામની મહિલા બુટલેગર-પેડલરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

રાજકોટ શહેરના યુવાધનને નશાના રવાડે ચઢતા અટકાવવા માટે પોલીસ દ્વારા માદક પદાર્થોનું ખરીદ-વેચાણ અને સેવન કરનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાના આધારે એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. જે.વી. વાઢિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રામનાથપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે રામનાથપરા શેરી નંબર ૧૪માં રહેતી નજમાબેન ઉર્ફે નજુ રફીક મોગલ પોતાના ઘરમાં જ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવીને તેનું છૂટક વેચાણ કરી રહી છે.

મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક તે મકાન પર ફોર્સ સાથે દરોડો પાડ્યો હતો અને ઘરની સઘન તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન મકાનના બાથરૂમમાંથી શંકાસ્પદ થેલી મળી આવી હતી, જેની ઝીણવટભરી તપાસ કરતાં અંદરથી રૂ. ૧૧,૧૨૩ ની કિંમતનો કુલ ૨૨૨.૪૫૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ માદક પદાર્થ ઉપરાંત એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૨,૪૨૩ નો મુદામાલ જપ્ત કરીને મહિલા આરોપી નજમા મોગલને રંગેહાથ ઝડપી લીધી હતી અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલી મહિલા પેડલરે ચોંકાવનારી કબૂલાત કરી છે કે તે આ ગાંજાનો જથ્થો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક બંગાળી કારીગર પાસેથી છૂટકમાં ખરીદીને લાવતી હતી અને ત્યારબાદ રામનાથપરા ખાતે પોતાના ઘરેથી નાના-મોટા ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતી હતી. આ કેસમાં આંતરરાજ્ય કે સ્થાનિક સ્તરે ડ્રગ્સનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે અને આ બંગાળી કારીગર કોણ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે આરોપી મહિલાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES