JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

લાંઘણજ પોલીસ મથકમાં પૂરતો સ્ટાફ ફાળવવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા લોકદરબારમાં જોરદાર રજૂઆત

લાંઘણજ પોલીસ મથકમાં પૂરતો સ્ટાફ ફાળવવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા લોકદરબારમાં જોરદાર રજૂઆત
મહેસાણાના લાંઘણજ પોલીસ મથકના વાર્ષિક નિરીક્ષણ વેળાએ યોજાયેલા લોકદરબારમાં નાગરિકોએ સ્ટાફની અછત અને ટ્રાફિક મુદ્દે રજૂઆતો કરી હતી. સાથે જ પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીને ખુલ્લા મંચે બિરદાવી હતી.

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનની સાથેસાથે એક વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેહલોત અને પોલીસ સ્ટાફે હાજર રહી ઉચ્ચ અધિકારી સમક્ષ કામગીરીની સમીક્ષા કરી હતી. આ લોકદરબારમાં ભીખાભાઈ પટેલ, શંકરપુરાના સરપંચ ગાંડાભાઈ પટેલ, ઈસ્માઈલભાઈ પઠાણ તેમજ તુષારભાઈ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને અંદાજે 40થી 50 જેટલા જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુલ્લા મને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

લોકદરબાર દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ પોલીસ પ્રશાસન સમક્ષ લાંઘણજ પોલીસ મથકમાં અપૂરતા સ્ટાફને કારણે રોજબરોજના કામનું વધતું જતું ભારણ મુખ્ય સમસ્યા તરીકે રજૂ કર્યું હતું. નાગરિકોએ પોલીસ મથકની કાર્યક્ષમતા વધારવા માટે તાત્કાલિક ધોરણે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. આ ઉપરાંત, વિસ્તારમાં સતત વધી રહેલી ટ્રાફ્કિની સમસ્યાના કાયમી નિવારણ માટે પણ યોગ્ય પગલાં ભરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ નાગરિકોએ એ વાતનો સંતોષ વ્યક્ત કર્યો હતો કે વિસ્તારમાં કેબલ ચોરી સહિતના વિવિધ ગુનાઓ અને અસામાજિક બદીઓ પર પોલીસનો પકડ મજબૂત છે અને ગુનાખોરી પર અંકુશ આવ્યો છે.

લોકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ ગત એક વર્ષના સમયગાળામાં માર્ગ અકસ્માતોમાં સાત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ ગંભીર સમસ્યાને હલ કરવા માટે સામાજિક ભાગીદારી વધારીને ટ્રાફિક અંગે લોકજાગૃતિ ફેલાવવા અને નાગરિકો સ્વયં જાગૃત બને તેવી ભારપૂર્વક અપીલ કરી હતી. આ ઉપરાંત, બેઠક દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર અને આસપાસના પરિસરમાં સચવાયેલી સ્વચ્છતાને વધુ બહેતર બનાવવા માટે પણ તેમણે સંબંધિત પી.આઈ.ને વિશેષ સૂચનાઓ આપી હતી.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES