JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ: વડનગર મ્યુઝીયમને મળ્યો પ્રતિષ્ઠિત 'રેડ ડોટ' એવોર્ડ

ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ: વડનગર મ્યુઝીયમને મળ્યો પ્રતિષ્ઠિત 'રેડ ડોટ' એવોર્ડ
ગુજરાતના ઐતિહાસિક વડનગર મ્યુઝીયમને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ ૨૦૨૬' એનાયત થયો છે. આ વિશેષ સન્માન મેળવનારું તે ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝીયમ બનીને દેશનું નામ રોશન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશના વિવિધ ક્ષેત્રો સતત પ્રગતિ કરી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતની સિદ્ધિઓમાં નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. આ જ શ્રૃંખલામાં ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા ‘અનંત અનાદી વડનગર મ્યુઝીયમ’ને આંતરરાષ્ટ્રીય જ્યુરી દ્વારા અત્યંત પ્રતિષ્ઠિત એવા 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ ૨૦૨૬' માટે પસંદ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં ડિઝાઇન અને આર્કિટેક્ચરક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાતા આ પુરસ્કારે વડનગરની ધરતીને ફરી એકવાર વૈશ્વિક નકશા પર ઝળકાવી દીધી છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા આ મ્યુઝીયમે આ સિદ્ધિ મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનારું આ ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝીયમ છે, જે સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ભુજના 'સ્મૃતિવન' બાદ ગુજરાતના ખાતામાં 'રેડ ડોટ' એવોર્ડ મેળવવાની આ બીજી મોટી ઉપલબ્ધિ છે. આ વૈશ્વિક સન્માનથી માત્ર ગુજરાતની ઐતિહાસિક ધરોહર જ નહીં, પરંતુ અહીંની અત્યાધુનિક મ્યુઝીયમ ડિઝાઇન અને ક્યુરેશન પદ્ધતિને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ સ્વીકૃતિ અને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે.

વડનગર મ્યુઝીયમને મળેલી આ અભૂતપૂર્વ સફળતાથી સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભવ્ય સિદ્ધિને વધાવતા ખુશી વ્યક્ત કરી હતી અને રાજ્યના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. વિશ્વભરના ડિઝાઇન અને કલા જગતમાં પ્રતિષ્ઠિત ગણાતા આ એવોર્ડથી ભવિષ્યમાં રાજ્યના પર્યટન ક્ષેત્રને પણ વેગ મળશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતના ભવ્ય ઇતિહાસથી માહિતગાર થશે.

LATEST ARTICLES