JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ઔદ્યોગીક ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં નંબર-1

Nov 07, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
ઔદ્યોગીક ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં નંબર-1
ખાદ્ય, કેમીકલ્સ ઉદ્યોગમાં ગુજરાત ટોપ-3માં સ્થાન ધરાવે છે.
નવા સર્વેક્ષણમાં દેશમાં ઔદ્યોગીક ક્ષેત્રમાં તામીલનાડુ, ગુજરાત તથા મહારાષ્ટ્રનો દબદબો બહાર આવ્યો છે.

નવી દિલ્હી તા.7 દેશમાં ઔદ્યોગીક ક્ષેત્રમાં તામીલનાડુ, ગુજરાત તથા મહારાડષ્ટ્રનો દબદબો હોવાનું નવા સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે. કારખાનાની સંખ્યામાં તામીલનાડુ, ઉત્પાદનમાં ગુજરાત તથા રાષ્ટ્રીય આવકમાં મહારાષ્ટ્રમાં મેદાન મળ્યું છે. નવા સર્વે રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2.18 લાખ કારખાનામાં 2.10 કરોડ લોકોને રોજગારી મળી છે. નાના કારખાનાઓની સંખ્યા સૌથી વધુ છે. જયારે કુલ મુડીમાંથી 79.59 ટકા હિસ્સો મોટા ઉદ્યોગોનો છે. દેશમાં એક કારખાનામાં સરેરાશ 96 લોકોને રોજગારી મળે છે અને સરેરાશ 23.39 કરોડની સ્થાયી મુડી છે. 75.61 કરોડની કિંમતની ચીજવસ્તુઓનું સરેરાશ ઉત્પાદન કરે છે અને રાષ્ટ્રીય આવકમાં સરેરાશ 10.42 કરોડનું યોગદાન છે.

વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ મુજબ કારખાનાના કર્મચારીઓને 8.03 લાખ કરોડનું મહેનતાણુ મળ્યુ હતું. કારખાનાનુ સૌથી વધુ અને મજબૂત નેટવર્ક તામિલનાડુમાં છે. જયારે મૂડીરોકાણ તથા ઉત્પાદન ક્ષમતામાં ગુજરાત નંબર વન છે. ઔદ્યોગીક આવકમાં મહારાષ્ટ્ર પથમ નંબર પર છે. ખાદ્ય ઉદ્યોગમાં 22.02 ટકાનુ સૌથી મોટુ ઉત્પાદન ઉતરપ્રદેશનું રહ્યું છે. ગુજરાત-મહારાષ્ટ્ર સાથે સંયુક્ત યોગદાન 37.61 છે. કેમીકલ્સ ક્ષેત્રમાં 56.31 ટકા ઉત્પાદન માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઉતરપ્રદેશમાં થાય છે.

રોજગારી આપવામાં સૌથી વધુ 11.24 ટકા યોગદાન ખાદ્ય ઉદ્યોગનું છે. કાપડ ઉદ્યોગમાં 8.27 ટકા તથા બુનિયાદી ધાતુમાં 7.54 ટકા રોજગારી મળે છે. મૂલ્ય સંવર્ધનમાં 11.58 ટકાના યોગદાન સાથે મેટલ ક્ષેત્રનું છે. મોટર વાહન ઉદ્યોગનો હિસ્સો 9.54 ટકા તથા કેમીકલ્સ ક્ષેત્રનો 8.45 ટકા છે. ફાર્મા ક્ષેત્રનો 8.08 તથા ખાદ્ય ઉદ્યોગનો 7.87 ટકા છે. આ ક્ષેત્રનો મૂડી હિસ્સો 50.01 ટકા થવા જાય છે.

LATEST ARTICLES