ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પરથી ગબડી પડવાથી યુવાનનું મોત થયું.
ગંભીર ઇજા પામેલા યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
ગંભીર ઇજા પામેલા યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
ગોંડલમાં આવેલા મહાકાળીનગરમાં રહેતો ગૌરવ ઉર્ફે વિજય ભૂપતભાઇ ગોહેલ નામનો ૩૮ વર્ષનો યુવાન ગઇકાલે ટ્રક ઉપર ચડી બારદાનની ગણતરી કરતો હતો ત્યારે નીચે પટકાયો હતો. ઘવાયેલા યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો.
મૃતક ગૌરવ બે ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
