રાજકોટના અમરનગર વિસ્તારમાં બની દુર્ઘટના.
રાજકોટમાં અમરનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ફટાકડા ફોડતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં અમરનગર વિસ્તારમાં આવેલા અશોક ગાર્ડન પાસે રહેતી પીંકીબેન રાહુલભાઇ પાસવાન નામની 4 વર્ષની માસુમ બાળકી ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે ફટાકડા ફોડતી હતી ત્યારે અકસ્માતે ફટાકડાનો તીખારો ઉઠીને બાળકીના કપડા પર પડ્યો હતો.
જેના કારણે માસુમ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. બાળકીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનો પરિવાર મુળ ઉતરપ્રદેશનો વતની છે અને બાળકી બે ભાઇ એક બહેનમાં નાની છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
