JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મારા મગજમાંથી અવાજો આવે છે - ટ્રમ્પને મારી નાખ : વ્હાઈટ હાઉસ પાસેથી હથિયાર સાથે શખ્સ ઝડપાયો

Nov 07, 2026 | 15:26 | By JAMNAGAR MIRROR
મારા મગજમાંથી અવાજો આવે છે - ટ્રમ્પને મારી નાખ : વ્હાઈટ હાઉસ પાસેથી હથિયાર સાથે શખ્સ ઝડપાયો
વોશિંગ્ટન ખાતે વ્હાઈટ હાઉસ પાસેથી સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.
આરોપી પાસેથી ત્રણ બંદૂકો અને મોટી સંખ્યામાં કારતૂસો જપ્ત કરવામાં આવ્યા છે.

વોશિંગ્ટન (અમેરિકા) તા.7 અહીં વ્હાઈટ હાઉસ પાસે સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. જેની પાસેથી ત્રણ બંદૂકો અને મોટી સંખ્યામાં કારતૂસો જપ્ત થયા છે. આ શંકાસ્પદ શખ્સે દાવો કર્યો છે કે તેના મગજમાંથી એવા અવાજો આવી રહ્યા છે. ટ્રમ્પને મારી નાખ.

અમેરિકી સીક્રેટ સર્વિસના અધિકારીઓએ એક ઉભેલી કારમાં શંકાસ્પદ ગતિવિધિ કરતા વ્યક્તિને જોયો હતો. ત્યારબાદ અધિકારીઓ તેની પાસે પહોંચ્યા હતા અને પુછપરછ કરી હતી. આરોપીની ઓળખ રોની યોડ્રિકસ ગુઆનિયા ચિહિનોસ તરીકે થઈ છે, તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે તેના મગજમાંથી અવાજ આવી રહ્યો છે. જે રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યા કરવા માટે કહી રહી છે.

તપાસ દરમિયાન એ બહાર આવ્યું કે આરોપી જે કારમાં હતો તે ચોરાઉ હતી. કારની તલાશી લેતા તેમાં અલગ-અલગ પ્રકારની ત્રણ બંદૂકો હતી અને ડઝન બંધ કારતૂસો હતા. ગૃહવિભાગના અનુસાર આરોપી વેનેઝુએલાનો પ્રવાસી છે અને અમેરિકામાં ગેરકાયદે રહેતો હતો. તે માર્ચ 2024માં ટેકસાસના રસ્તે અમેરિકામાં દાખલ થયો હતો. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે.

LATEST ARTICLES