JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના ફલ્લા પાસે અકસ્માત સર્જનાર મોટરચાલકનો કોર્ટમાંથી થયો નિર્દોષ છૂટકારો

Oct 29, 2026 | 17:27 | By JAMNAGAR MIRROR
જામનગરના ફલ્લા પાસે અકસ્માત સર્જનાર મોટરચાલકનો કોર્ટમાંથી થયો નિર્દોષ છૂટકારો
થોડા મહિનાઓ પહેલાં જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા પાસે એક બાઈકને મોટરે ઠોકર મારી હતી, જેમાં માતા-પુત્ર ઘાયલ થયા હતા. આ કેસમાં સુનાવણી હાથ ધરીને અદાલતે મોટરચાલક સંજય છૈયાને નિર્દોષ જાહેર કર્યો છે.

જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ પાસે થોડા મહિનાઓ અગાઉ બાઈક અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ તરફથી ફૂલસ્પીડમાં આવી રહેલી એક મોટરે આગળ જઈ રહેલા બાઈકને જોરદાર ઠોકર મારી હતી, જેના કારણે બાઈક ચલાવતો યુવાન અને તેની પાછળ બેઠેલાં તેના માતા રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં બંને માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના બાદ ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મામલો અદાલતમાં પહોંચ્યો હતો. આ કેસ અદાલતમાં ચાલી જતાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. તિજોરી કચેરીમાં નોકરી કરતા અને આરોપી તરીકે સંડોવાયેલા સંજય છૈયા સામેનો કેસ સાબિત ન થઈ શકતા અદાલતે તેમનો આ કેસમાંથી સન્માનપૂર્વક છૂટકારો ફરમાવ્યો છે.

આ કેસની સુનાવણી દરમિયાન આરોપી મોટરચાલક તરફથી અદાલતમાં વકીલ મોહસીન ગોરી અને રાજેશ પંડયાએય કેસ લડ્યા હતા અને મજબૂત દલીલો રજૂ કરી હતી. પુરાવાઓ અને દલીલોના આધારે કોર્ટે ચુકાદો આપીને મોટરચાલકને રાહત આપી છે. અકસ્માતના આ કેસના નિકાલથી લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાનો અંત આવ્યો છે.

LATEST ARTICLES