JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઇઝરાયેલમાં ચૂંટણી પછી ફસાયો રાજકીય ઘાણવો, સરકાર બનાવવા માટે સામે આવ્યા આ 4 રસ્તા

Oct 29, 2026 | 17:26 | By JAMNAGAR MIRROR
ઇઝરાયેલમાં ચૂંટણી પછી ફસાયો રાજકીય ઘાણવો, સરકાર બનાવવા માટે સામે આવ્યા આ 4 રસ્તા
નેશનલ વોટિંગ બાદ ઇઝરાયેલમાં કોઈ સ્પષ્ટ બહુમતી ન મળતાં રાજકીય ડામાડોળ સ્થિતિ સર્જાઈ છે. બેન્જામિન નેતન્યાહુ કેર ટેકર પ્રાઇમ મિનિસ્ટર તરીકે ચાલુ છે અને હવે સરકાર રચવા માટે 4 સંભવિત દૃશ્યો પર નજર છે. જો કોઈ રસ્તો નહીં નીકળે તો દેશમાં ફરીથી ચૂંટણી થઈ શકે છે.

ઇઝરાયેલમાં તાજેતરમાં યોજાયેલી નેશનલ વોટિંગ બાદ કોઈ સ્પષ્ટ વિજેતા સામે ન આવવાથી રાજકીય ડેડલોક સર્જાયો છે, જેના કારણે બેન્જામિન નેતન્યાહુ હાલ પૂરતા કેર ટેકર પ્રાઇમ મિનિસ્ટર તરીકે યથાવત છે. સંસદમાં વિપક્ષી બહુમતી તેમને સત્તા પરથી હટાવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ઇઝરાયેલના પ્રેસિડેન્ટ આઈઝેક હર્ઝોગ આગામી સપ્તાહે સત્તાવાર પરિણામો જાહેર થયા બાદ પાર્ટી લિડર્સ સાથે ચર્ચા કરશે. આ પ્રક્રિયામાં જે ઉમેદવાર સરકાર બનાવવાની સૌથી વધુ શક્યતા ધરાવતો હશે તેને તક આપવામાં આવશે, પરંતુ જો આખો પ્રયાસ નિષ્ફળ જાય તો અંદાજે 100 દિવસની અંદર દેશમાં નવી ચૂંટણી યોજાવાની સંભાવના પણ ઊભી થઈ શકે છે.

આગામી સરકાર રચવા માટે હાલ 4 મુખ્ય વિકલ્પો ચર્ચામાં છે, જેમાં પહેલો વિકલ્પ ફરીથી ચૂંટણીનો છે જો તમામ પ્રયાસો નિષ્ફળ જાય તો કનેસેટ એટલે કે સંસદ દ્વારા આશરે 100 દિવસના સમયગાળામાં નવો નિર્ણય લેવાશે અને જો કોઈ વાત નહીં બને તો ફરી વોટિંગ થશે. બીજા વિકલ્પ તરીકે યુનિટી ગવર્મેન્ટની વાત છે જેમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી અને વિપક્ષી જૂથો મળીને 120માંથી 66 સીટોનું મેજોરિટી હાંસલ કરી શકે છે, જોકે આ રસ્તો મુશ્કેલ છે. ત્રીજા વિકલ્પમાં જો ગાડી આઈસેનકોટને તક મળે તો તેઓ અન્ય પક્ષો અને બહારથી 2 આરબ પાર્ટીઓ રેઆમ અને જોઈન્ટ લિસ્ટના ટેકાથી 67 સીટોનું સમર્થન મેળવીને લઘુમતી સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે, જેમાં 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા પછી બદલાયેલી સામાજિક માનસિકતાને કારણે મંજૂરી મેળવવી જટિલ સાબિત થઈ શકે છે.

चौथो અને અંતિમ વિકલ્પ એ છે કે અનુભવી રાજકારણી ગણાતા બેન્જામિન નેતન્યાહુ વિપક્ષી સભ્યોને પોતાની તરફ તોડીને જમણેરી પક્ષની સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મેળવવાનો દાવ ખેલી શકે છે. જોકે તેમની વર્તમાન ગઠબંધન સીટો ઘટીને 53 થઈ ગઈ છે જે અગાઉ 64 હતી, જેથી વિપક્ષના સભ્યોને તોડવા આ વખતે વધુ મુશ્કેલ બનશે. પ્રેસિડેન્ટ હર્ઝોગે તમામ પક્ષોને ખુલ્લા મનથી ચર્ચાઓમાં ભાગ લેવા અપીલ કરી છે જેથી દેશને ફરીથી ચૂંટણીના ભીષણ ગાળામાંથી બચાવી શકાય, છતાં ઈરાન સાથેના તણાવ કે પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ આગામી સમયમાં રાજકીય સમીકરણો બદલવામાં મોટો ભાગ ભજવી શકે છે.

LATEST ARTICLES