ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે ગુરુવારે જણાવ્યું કે, હોરમુઝ સ્ટ્રાઈટના અનધિકૃત દક્ષિણ રૂટ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 3 ઓઈલ ટેન્કર્સ વિસ્ફોટ બાદ આગની લપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન બનેલી આ ઘટનામાં જહાજો રસ્સા પર પાથરેલી માઈન્સ સાથે અથડાયા હતા. આ વ્યૂહાત્મક જળમાર્ગ દુનિયાભરના ઓઈલ અને ગેસ વપરાશનો લગભગ 1 ભાગ પૂરો પાડે છે, જ્યાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાને જળવાર્ગ પર કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. આ મામલે બ્રિટિશ મેરિટાઇમ એજન્સી UKMTOએ પણ સ્ટ્રાઈટમાં એક જહાજમાં આગ લાગ્યાનો રિપોર્ટ મળ્યો હોવાની પુષ્ટિ કરી છે, જોકે જાનહાનિ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી.
ગાર્ડ્સના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ઓઈલ ટેન્કર્સે તેમના તમામ રડાર અને નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધા હતા અને ઈરાની ગાર્ડ્સની નેવી દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દીધી હતી. બીજી તરફ, યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાની પોર્ટ્સ પર નાકાબંધી કરવામાં આવી છે. ઈરાની સૈન્યએ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ પર એવો પણ આરોપ મૂક્યો છે કે તેઓ જહાજોને ઓમાનના કિનારે આવેલા અનધિકૃત કોરિડોરનો ઉપયોગ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. આ ઘટના ઉપરાંત, ઈરાની નેવીએ પશ્ચિમી હોરમુઝ સ્ટ્રાઈટમાં એક ઓપરેશન દરમિયાન અમેરિકન MQM-170 ડ્રોનને પણ ઈલેક્ટ્રોનિક વોરફેર યુનિટની મદદથી સફળતાપૂર્વક પકડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.
આ ગંભીર ઘટના બાદ ઈરાની સૈન્યએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોરમુઝ સ્ટ્રાઈટનો આ અનધિકૃત રૂટ માઈન્સથી ભરેલો છે અને ત્યાંથી પસાર થવાનું જોખમ માત્ર જહાજ માલિકો તથા ક્રૂ મેમ્બર્સનું જ રહેશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો કે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના ભ્રમમાં આવ્યા વિના જહાજોએ સાવચેતી રાખવી જરૂરી છે. હાલ તો આ જહાજો કયા દેશના ફ્લેગ ધરાવતા હતા અને આ વિસ્ફોટો ચોક્કસ ક્યારે થયા તેની વિગતો સ્પષ્ટ નથી થઈ, પરંતુ આ વણસેલી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં આ જળમાર્ગ પર તણાવ વધુ વધી શકે છે.
