JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પીરિયડ્સમાં Blood Clots આવવું નોર્મલ છે કે ચિંતાનું કારણ? જાણો સાચું સત્ય

Oct 29, 2026 | 09:50 | By JAMNAGAR MIRROR
પીરિયડ્સમાં Blood Clots આવવું નોર્મલ છે કે ચિંતાનું કારણ? જાણો સાચું સત્ય
મહિલાઓને પીરિયડ્સ દરમિયાન 3 થી 5 દિવસ બ્લીડિંગ થતું હોય છે અને આ દરમિયાન ઘણાં જોડે Blood Clots એટલે કે લોહીના ગંઠા પડવાની સમસ્યા પણ જોવા મળે છે. શું આ નોર્મલ છે કે કોઈ મોટી બીમારીનું લક્ષણ છે, આવો જાણીએ આના અસલી કારણો અને ક્યારે ડોક્ટર પાસે જવું જરૂરી છે તેની સંપૂર્ણ માહિતી.

મહિલાઓના જીવનમાં પીરિયડ્સ એક કુદરતી પ્રક્રિયા છે, જેમાં સામાન્ય રીતે 3 થી 5 દિવસ સુધી બ્લીડિંગ થતું હોય છે. શરૂઆતના દિવસોમાં રક્તસ્ત્રાવ વધારે હોય છે અને જેમ દિવસો જાય તેમ તે ઓછો થાય છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓને પેટમાં દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ, થાક અને મૂડ સ્વિંગ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. આ બધાની સાથે ઘણીવાર મહિલાઓ યુટ્રસમાંથી લોહીના નાના-મોટા ગંઠા નીકળવાની ફરિયાદ પણ કરતી હોય છે, જેને જોઈને એવું થાય કે આ બધું શું થઈ રહ્યું છે અને શું આ સ્વાસ્થ્ય માટે કોઈ ખતરાની ઘંટી તો નથી ને?

શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું બેલેન્સ બગડવાના કારણે યુટ્રસની અંદરનું એન્ડોમેટ્રિયમ લેયર જરૂર કરતા વધારે મોટું થઈ જાય છે અને જ્યારે આ લેયર તૂટીને બહાર આવે છે ત્યારે Blood Clots જોવા મળે છે. આ ઉપરાંત, લાંબો સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કે સૂઈ રહેવાથી પણ યુટ્રસમાં લોહી જમા થઈ જાય છે અને તે ગંઠાના રૂપમાં બહાર આવે છે. પીરિયડ્સના શરૂઆતના દિવસોમાં જો નાના સાઈઝના બ્લડ ક્લોટ્સ દેખાય તો તે એકદમ સામાન્ય બાબત છે અને તેના માટે જરાય ટેન્શન લેવાની જરૂર નથી હોતી.

પરંતુ જો આ ગંઠાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, અસહ્ય બ્લીડિંગ થતું હોય અને પેટમાં તીવ્ર દુખાવો રહેતો હોય તો આ બાબતને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. જો તમને શરીરમાં આવી કોઈ અસામાન્ય સ્થિતિ જણાય તો તરત જ કોઈ સારા ડોક્ટર કે નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે, કારણ કે સમયસર સાચી માહિતી મળી જાય તો મોટી મુશ્કેલીથી બચી શકાય છે.

LATEST ARTICLES