JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ભારત સામેની ટી20 સિરીઝમાંથી બહાર થયો લોકી ફર્ગ્યુસન, ઘાયલ થતાં કિવી ટીમને મોટો ઝટકો

Oct 29, 2026 | 10:45 | By JAMNAGAR MIRROR
ભારત સામેની ટી20 સિરીઝમાંથી બહાર થયો લોકી ફર્ગ્યુસન, ઘાયલ થતાં કિવી ટીમને મોટો ઝટકો
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને કાફ ઈન્જરી થવાના કારણે ભારત સામેની બાકીની બે ટી20 મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મેટ ફિશરને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ભારત આ સિરીઝમાં 3-0 ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે.

ભારત સામે રમાઈ રહેલી ટી20 સિરીઝ વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો ખતરનાક ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે ભારત સામેની છેલ્લી બે ટી20 મેચમાંથી બહાર થઈ ગયો છે. 5 મેચની આ સિરીઝમાં ભારતે શાનદાર રમત દાખવીને 3-0 ની અજેય સરસાઈ પહેલેથી જ મેળવી લીધી છે, ત્યારે ન્યૂઝીલેન્ડ માટે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી મુશ્કેલી વધારી રહી છે.

બીજી ટી20 મેચ દરમિયાન લોકી ફર્ગ્યુસનને જમણા પગના કાફમાં દુખાવો ઉપડ્યો હતો, અને સ્કેન કરાવતા તેમાં લો-ગ્રેડ ટીયર હોવાનું સામે આવ્યું હતું. આ ઈજામાંથી સંપૂર્ણ સાજા થવામાં તેને લગભગ 1 અઠવાડિયાનો સમય લાગશે. એટલું જ નહીં, મેચ દરમિયાન જમણા ક્વાડ્રિસેપમાં દુખાવાનાં કારણે ફાસ્ટ બોલર મેટ હેનરી પણ 1 થી 2 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. ફર્ગ્યુસનના સ્થાને હવે મેટ ફિશર બાકીની મેચોમાં રમતો નજરે પડશે, જ્યારે કાયલ જેમીસનને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ હાલ બહાર રાખીને આગામી ઓડીઆઈ સિરીઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય કોચ રોબ વોલ્ટરે આ બંને ખેલાડીઓની ઈજા અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈજાઓ રમતનો જ એક હિસ્સો છે, પરંતુ મહત્વની મેચો પહેલા ખેલાડીઓનું બહાર જવું નિરાશાજનક છે. જો કે, કોચને પૂરી આશા છે કે લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી આગામી 04 નવેમ્બરથી શરૂ થનારી ઓડીઆઈ સિરીઝ પહેલા સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફરશે અને શાનદાર પ્રદર્શન કરશે.

LATEST ARTICLES