ઇઝરાયલની રાજનીતિમાં હાલ મોટો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીએ અરબ સમુદાયની પાર્ટીઓ પર દેશની ચૂંટણી ચોરી લીધાનો ગંભીર આરોપ મૂક્યો છે. પ્રારંભિક પરિણામોમાં અરબલક્ષી પાર્ટીઓ કિંગમેકર તરીકે ઉભરી આવવાની સંભાવના છે, જેના કારણે નેતન્યાહુના જમંતી પાંખના બ્લોકને 120 સભ્યોવાળી નેસેટમાં 61 સીટોની સાદી બહુમતી મળી શકી નથી. ચૂંટણીના મતદાન વખતે પણ નેતન્યાહુએ સમર્થકોને અપીલ કરી હતી કે બીચ કે બાર્બેક્યુ પર જવાના બદલે પોલિંગ સ્ટેશન પર જઈને લિકુડ પાર્ટીને વોટ આપો, કારણ કે અરબ પાર્ટીઓ પેલેસ્ટાઈન સ્ટેટના મુદ્દે માહોલ ગરમ કરી રહી છે.
બુધવારે જારી થયેલા એક સત્તાવાર નિવેદનમાં નેતન્યાહુની લિકુડ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ ચૂંટણી અરબ પાર્ટીઓ દ્વારા ચોરવામાં આવી છે, જે યૂહુદી સ્ટેટના વિનાશનું સમર્થન કરે છે. પાર્ટીએ દાવો કર્યો છે કે વોટિંગ વધારવા માટે ભ્રષ્ટાચાર, ધમકીઓ, હિંસા, ખોટી બાબતો અને પ્રતિબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 85 ટકાથી વધુ બેલેટ કાઉન્ટ થઈ ચૂક્યા છે, જેમાં નેતન્યાહુનો રાઇટ-વિંગ બ્લોક 53 સીટો સાથે આગળ છે, જ્યારે મુખ્ય હરીફ ગાદી આઈસેનકોટનો બ્લોક 48 સીટ પર છે. આ દરમિયાન પોલીસે કેશ અને રોયલ બેલેટવાળા કવર સાથે ગેરરીતિના આરોપમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે સેન્ટ્રલ ઇલેક્શન્સ કમિટીના ડાયરેક્ટર જનરલ ડીન લિવને આ ઘટનાને અસામાન્ય ગણાવી છે અને જણાવ્યું છે કે પોલીસે મતદાન પહેલા જ વોટર્સને ઘૂસ આપવાનો પ્રયાસ કરતા લોકોને પકડી લીધા હતા. પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રામ પાર્ટી માટે વોટ ખરીદવાની કોશિશ કરવાના શંકાસ્પદ કેસમાં રાતોરાત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી કવર અને 24,000 થી વધુ શેકેલ એટલે કે અંદાજે 7,900 ડોલરની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને લિકુડ પાર્ટી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ પણ ઓથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.
