JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકા પાકિસ્તાનને F-16 અને સેન્સિટિવ ટેક્નોલોજી આપે તે સામે રાજનાથ સિંહનો સખત વિરોધ

Oct 29, 2026 | 02:10 | By JAMNAGAR MIRROR
અમેરિકા પાકિસ્તાનને F-16 અને સેન્સિટિવ ટેક્નોલોજી આપે તે સામે રાજનાથ સિંહનો સખત વિરોધ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા સમક્ષ પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ પેકેજ અને સેન્સિટિવ ટેક્નોલોજી આપવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ શસ્્રો ત્રીજા દેશના હાથમાં જવાની આશંકા વ્યક્ત કરવાની સાથે આતંકવાદ સામેના બેવડા ધોરણો સામે પણ કડક ચેતવણી આપી છે.

ফিলিপાઇન્સના સેબુ શહેરમાં યોજાયેલી આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસની સાઈડલાઈન્સમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથ વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અમેરિકા દ્વારા પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ પ્રોગ્રામ માટે સપોર્ટ પેકેજ આપવાની સખત વિરોધમાં છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી આવી સેન્સિટિવ ટેક્નોલોજી અંતમાં કોઈ ત્રીજા દેશના હાથમાં પહોંચી શકે છે, જે સુરક્ષા માટે ખતરો બની શકે છે. આ સાથે જ તેમણે આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનના સંદર્ભમાં અમેરિકાને આતંકવાદ મુદ્દે પોતાના બેવડા ધોરણોથી સાવધ રહેવા પણ ટકોર કરી હતી.

અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા આશરે 649 મિલિયન ડોલરના F-16 સપોર્ટ અને અપગ્રેડ પેકેજમાં એવિઓનિક્સ એન્હાન્સમેન્ટ્સ, ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ્સ, સ્પેરપાર્ટ્સ, સિમ્યુલેટર્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક આતંકવાદના ખાતમા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સમુદાયે આતંકવાદી સંસ્થાઓને ટેકો કે ફંડ આપતા દેશો સામે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ. જવાબમાં અમેરિકી સેક્રેટરી ઓફ વોરે પણ ભારતને ક્રોસ-બોર્ડર ટેરરિઝમ સામેની લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી અને બંને નેતાઓએ 10 વર્ષીય ઇન્ડિયા-યુએસ ડિફેન્સ ફ્રેમવર્કની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ભારત અને અમેરિકાએ ડિફેન્સ પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવાની સાથે મિલિટરી કોલેબોરેશન, મેરિટાઇમ સિક્યોરિટી અને ડિફેન્સ સપ્લાય ચેઈનને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને સુરક્ષા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર આ બેઠકને ઉત્તમ ગણાવતા કહ્યું હતું કે ભારત અને અમેરિકાની મજબૂત ભાગીદારી એક મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પાયાની સમાન છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચે મિલિટરી એક્સચેન્જ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સહયોગ વધવાની પૂરી સંભાવના છે.

LATEST ARTICLES