JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દુબઈના હોટેલ લાગૂન્સમાં ઉછેરવામાં આવ્યા 2500 કોરલ ફ્રેગ્મેન્ટ્સ, સમુદ્રમાં કરાશે રીલોકેટ

Oct 29, 2026 | 01:55 | By JAMNAGAR MIRROR
દુબઈના હોટેલ લાગૂન્સમાં ઉછેરવામાં આવ્યા 2500 કોરલ ફ્રેગ્મેન્ટ્સ, સમુદ્રમાં કરાશે રીલોકેટ
દુબઈ પ્રશાસન દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. હોટેલના આર્ટિફિશિયલ લાગૂન્સમાં કોરલ ફ્રેગ્મેન્ટ્સ તૈયાર કરીને તેને કુદરતી નિવાસસ્થાને મોકલવામાં આવી રહ્યા છે.

વિશ્વભરમાં પોતાની મોટી બિલ્ડિંગ્સ અને આર્કિટેક્ચર માટે જાણીતા દુબઈ શહેરે હવે દરિયાઈ જીવસૃષ્ટિ અને કુદરતી સૌંદર્યને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટૂરિઝમની આગેવાની હેઠળ ચાલી રહેલા દુબઈ રીફ પ્રોજેક્ટ અંતર્ગત દરિયાકાંઠાની બાયોડાયવર્સિટીને પુનઃજીવિત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે દુબઈ રણમાંથી આધુનિક શહેર બનવાની સક્સેસ સ્ટોરી માટે જાણીતું છે, પરંતુ હવે મરીન કન્ઝર્વેશન ક્ષેત્રે પણ અનોખું કામ થઈ રહ્યું છે અને પ્રખ્યાત જુમેરાહ હોટેલ દ્વારા શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને હવે વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જુમેરાહની અલ નસીમ નર્સરીમાં અત્યાર સુધીમાં અરેબિયન ગલ્ફના પાણીનો ઉપયોગ કરીને 2500 જેટલા કોરલ ફ્રેગ્મેન્ટ્સ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 300થી વધુને સમુદ્રમાં ટ્રાન્સલોકેટ પણ કરી દેવામાં આવ્યા છે. આ લાગૂન્સમાં ખાસ કરીને દરિયાઈ કાચબાના પુનર્વસન માટે બનેલી સુવિધાઓને દુનિયાની પહેલી કોરલ નર્સરીમાં બદલવામાં આવી છે. વૈજ્ઞાનિકો અહીં માઈક્રો-ફ્રેગ્મેન્ટ્સ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં હેલ્ધી કોરલ કોલોનીઝને નાના ટુકડાઓમાં વહેંચીને સ્થાનિક સ્તરે બનેલા લાઈમસ્ટોન સિમેન્ટના સ્ટ્રક્ચર પર ઉછેરવામાં આવે છે અને કુદરતી પ્રકાશ તથા પ્લેન્કટોનની હાજરીથી તેમનો વિકાસ ઝડપી બને છે.

કોરલ રીફ્સ સમુદ્રના રેઈનફોરેસ્ટ તરીકે ઓળખાય છે જે દરિયાઈ જીવોને આશ્રરો અને ખોરાક પૂરા પાડવાની સાથે કુદરતી મોજાંઓ સામે કિનારાનું રક્ષણ પણ કરે છે. વધતા સમુદ્રી તાપમાન અને પ્રદૂષણ સામે લડીને કોરલ ફરીથી જીવિત થવાની આ અદ્ભુત પ્રક્રિયા દ્વારા દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી રહી છે. ઓફશોર નર્સરીઓમાં 18 મહિના સુધી કાળજીપૂર્વક ઉછેરીને આ કોરલ્સને કુદરતી વાતાવરણમાં પરત મોકલવામાં આવે છે, જેથી દુબઈના દરિયાકાંઠે સમુદ્રી જીવસૃષ્ટિનો અદભુત ખજાનો હર્યોભર્યો રહી શકે.

LATEST ARTICLES