JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાન અને તેહરાનની બેઠક પર ભારતની બાજ નજર, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ વાત કહી

Oct 29, 2026 | 01:35 | By JAMNAGAR MIRROR
તેહરાનમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ચાલી રહેલી બેઠકો પર ભારતની પૂરી નજર છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પુલવામા અટેક બાદ પાકિસ્તાન સાથેની વિદેશી નીતિમાં કોઈ જ ફેરફાર થયો નથી.

સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન અને ઈરાનના અધિકારીઓ વચ્ચે તેહરાનમાં થયેલી એક મહત્વની બેઠક અને પ્રાદેશિક ઘટનાક્રમ પર ભારત સરકાર બારીકાઈથી નજર રાખી રહી છે. બુધવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણા દેશના હિતો સાથે જોડાયેલી તમામ ભૌગોલિક રાજકીય સ્થિતિઓ પર ભારતની સતત નજર રહે છે. આ બેઠકનો મુખ્ય હેતુ પ્રાદેશિક તણાવ ઓછો કરવાનો અને યેમેનના હૂતી ગ્રુપ સાથે સીઝફायर લાવવાનો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં ઈરાન મધ્યસ્થી કરી રહ્યું છે.

ડિપ્લોમેટિક સૂત્રોના હવાલાથી મળેલી માહિતી મુજબ, આ ચર્ચાઓ દરમિયાન સાઉદી અરેબિયા દ્વારા હૂતી વિરુદ્ધ હુમલા અટકાવવા માટે નાણાકીય મદદની ઓફર પણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે 1 અબજ USD ની આ રકમની આપ-લે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ તરફ, માલદિવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુની ઇસ્લામાબાદ મુલાકાત અને ત્યાં થયેલા આશરે 20 કરારો અંગે પણ વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે માલદિવ્સ સાથેના આપણા સંબંધો નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝન પર આધારિત છે અને માલદિવ્સ આપણો એક મહત્વનો પાર્ટનર છે.

જ્યારે પાકિસ્તાન સાથેની ડિપ્લોમેટિક નીતિ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વિદેશ મંત્રાલયે દોહરાવ્યું હતું કે પુલવામા ટેરર અટેક અને ત્યારબાદની ઘટનાઓ પછી પાકિસ્તાન અંગે ભારતની નીતિમાં કોઈ જ બદલાવ આવ્યો નથી અને જૂની નીતિ જ યથાવત છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા લગભગ એક દાયકાથી ભારત તરફથી હાઈ કમિશનર લેવલનું પ્રતિનિધિત્વ નથી, અને ભારત પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને અસર કરતા તમામ પાસાઓ પર સતત સજાગ છે.

LATEST ARTICLES