એપલ કંપની આજકાલ એક પછી એક ધમાકેદાર પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે, જેમાં નવું આઈપેડ મિની, મેકબુક પ્રો અને આઈમેક બાદ હવે કંપનીએ તેના મોસ્ટ અવેટેડ “પ્રો એન્ડ ટેલ” ઇવેન્ટમાં પહેલો ટચસ્ક્રીન મેકબુક પ્રો દુનિયા સામે મૂકી દીધો છે. વર્ષ 2010માં સ્ટીવ જોબ્સે લેપટોપમાં ટચસ્ક્રીન આઈડિયાને નકારી કાઢ્યો હતો, પરંતુ સમય બદલાતા હવે એપલે પરંપરાગત કીબોર્ડ અને ટ્રેકપેડથી આગળ વધીને પ્રીમિયમ લેપટોપ લાઇનઅપમાં OLED ડિસ્પ્લે ટેક્નોલોજી અને ટચ કંટ્રોલ્સ ઉમેરીને મોટો ફેરફાર કર્યો છે. આ નવા મોડેલ્સ માટે પ્રીઓર્ડર લાઈવ થઈ ચૂક્યા છે અને ગ્રાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
યુએસ માર્કેટની વાત કરીએ તો, નવા ટચસ્ક્રીન મેકબુક પ્રોના 14-ઇંચ મોડેલની શરૂઆતની કિંમત $2,899 અને 16-ઇંચ મોડેલની શરૂઆતની કિંમત $3,399 રાખવામાં આવી છે. અગાઉના એમ5 પ્રો મોડેલ્સની સરખામણીમાં આ નવા મોડેલ્સની કિંમત $400 જેટલી વધુ છે, જેનું મુખ્ય કારણ OLED ટચસ્ક્રીન ટેક્નોલોજી અને નવું રિડિઝાઈન થયેલું હાર્ડવેર છે. ફીચર્સની વાત કરીએ તો, આમાં યુઝર્સ વેબપેજ સ્વાઇપ કરી શકશે, ફોટા ઝૂમ કરવા માટે પિંચ કરી શકશે અને વિન્ડો એક્સપાન કરવા માટે ડબલ-ટેપ કરી શકશે. સાથે જ, નોચ હટાવીને તેમાં ડાયનામિક આઈલેન્ડ, સ્લિમ ડિઝાઇન જેમાં 14-ઇંચ મોડેલનું વજન આશરે 3 પાઉન્ડ અને 16-ઇંચ મોડેલનું વજન આશરે 4 પાઉન્ડ છે, તથા શક્તિશાળી એમ5 પ્રો અને એમ5 મેક્સ ચિપ આપવામાં આવી છે.
હાલમાં યુકે અને કેનેડા જેવા દેશો માટે સત્તાવાર કિંમતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ત્યાંના બાયર્સને પણ આ ટચસ્ક્રીન અપગ્રેડ માટે વધારે કિંમત ચૂકવવી પડે તેવી પૂરી શક્યતા છે. ટચ ઇન્ટરેક્શન દરમિયાન ડિસ્પ્લે સ્ટેબલ રહે તે માટે એપલે ખાસ નવો હિંજ અને થર્મલ આર્કિટેક્ચર પણ ડિઝાઇન કર્યું છે. જો કે બ્રિટન અને કેનેડાના સ્ટોર્સમાં જૂના નોન-ટચ મોડેલ્સ ચોક્કસ કિંમતે ઉપલબ્ધ છે જ, પરંતુ નવા ટચસ્ક્રીન ફ્યુચરિસ્ટિક ફીચર્સ અને રીડિઝાઈન બોડીને કારણે ટેક લવર્સમાં આ ગેજેટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
