બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા જસ્ટિસ વી મોહનાની બેન્ચે ECI ની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સ્પષ્ટ કર્યું કે ફોર્મ 6, 7 અને 8 સ્ટેટ્યુટરી ફોર્મ છે અને ECI તેના પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં બદલાવ કરી શકતું નથી, જો કે તે અરજદારો પાસેથી વધારાની વિગતો માંગી શકે છે. કોર્ટે એ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે અગાઉથી રજિસ્ટર્ડ થયેલા મતદારોના નામ પાછા લાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાને બદલે તેમને ફ્રેશ એરોલમેન્ટ માટે કેમ કહેવામાં આવી રહ્યું છે.
આ કેસમાં અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાંથી આશરે 47 લાખ નામ ગાયબ છે, જેમાં લગભગ 43 લાખ ઇલેક્ટર્સને પરમેનન્ટ શિફ્ટેડ અથવા એબ્સેન્ટ ગણાવવામાં આવ્યા છે. તેમણે દલીલ કરી કે ઘણા લોકોને એન્યુમરેશન ફોર્મ મળ્યા જ નથી અને છતાં તેમને ફોર્મ 6 દ્વારા નવેસરથી અરજી કરવાનું કહેવાય છે. ભૂષણે એવું પણ જણાવ્યું કે જે લોકોનું સ્થળાંતર થયું છે તેમના માટે એડ્રેસ બદલવા માટેનું ફોર્મ 8 વધુ યોગ્ય રહે. જસ્ટિસ બાગચીએ સવાલ કર્યો કે કામ માટે થોડા સમય બહાર ગયેલા લોકોને પરમેનન્ટ શિફ્ટ થયેલા કેવી રીતે ગણી શકાય? સાથે જ કોર્ટે એવા મતદારો માટે કોઈ યોગ્ય મિકેનિઝમ ન હોવા સામે પણ ચિંતા વ્યક્ત કરી જેમને ફોર્મ મળ્યા નહોતા.
આ મામલે સુપ્રીમ કોર્ટે ECI ને સૂચન કર્યું છે કે જે મતદારોના નામ કમી થયા છે તેમની યાદી પબ્લિશ કરવામાં આવે અને તેમને જણાવવામાં આવે કે ઓફિશિયલ્સ તેમનો સંપર્ક કરી શક્યા નથી. આવા પ્રભાવિત મતદારો પોતાના નજીકના બૂથ-લેવલ ઓફિસર પાસે જઈને ફોર્માલિટીઝ પૂરી કરી શકે છે. કોર્ટે ECI ને લેટ એન્યુમરેશન ફોર્મ સ્વીકારવા અને 30 ઓક્ટોબરની ક્લેઈમ્સ એન્ડ ઓબ્જેક્શન્સની ટાઈમલાઈન લંબાવવા પણ કહ્યું છે. ECI ના કાઉન્સિલે આ તમામ ચિંતાઓની ચકાસણી કરીને સુધારાત્મક પગલાં લેવાની સંમતિ દર્શાવી છે.
