JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

PM મોદી ગુજરાતથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં મોકલશે 18,680 કરોડથી વધુ રકમ

Oct 28, 2026 | 22:19 | By JAMNAGAR MIRROR
PM મોદી ગુજરાતથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં મોકલશે 18,680 કરોડથી વધુ રકમ
આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવીને પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે. આ યોજના હેઠળ દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 18,680 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થશે.

દેશના અન્નદાતાઓની દિવાળી આ વર્ષે વધુ મીઠી બનવા જઈ રહી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો દેશના ખેડૂતોને ભેટ સ્વરૂપે આપવાના છે. ગુજરાતની ધરતી પરથી આ મહત્ત્વપૂર્ણ યોજનાનો શુભારંભ થશે, જેનો સીધો લાભ દેશના ખૂણે-ખૂણે બેઠેલા ખેડૂતોને મળવાનો છે. આ મોટા પગલાથી સરકારનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે વધુ મજબૂત કરવાનો અને તેમની ખેતીના ખર્ચમાં મદદરૂપ બનવાનો છે, જેથી તેઓ કોઈપણ ચિંતા વગર પોતાના પાકનું વાવેતર કરી શકે.

આ ભવ્ય કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાતના ખેડૂતો પર પણ વિશેષ કૃપા વરસવાની છે, જેમાં રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1,051 કરોડ રૂપિયાથી વધુની માતબર આર્થિક સહાય આપવામાં આવશે. આ પ્રસંગે માત્ર રોકડ સહાય જ નહીં, પરંતુ ખેતી અને ડેરી સેક્ટરને વેગ આપવા માટે બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુર ખાતે તૈયાર થનારા 2 કમ્પ્રાઇસ્ડ બાયોગાસ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ પ્લાન્ટ્સ શરૂ થવાથી પશુપાલકો અને ખેડૂતોને વધારાની આવક ઊભી કરવામાં ખૂબ જ મોટો ફાયદો થશે.

સરકારની આ પીએમ કિસાન યોજના લાંબા સમયથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે મોટો સહારો બની રહી છે અને સમયસર મળતી આ રકમથી ખેડૂતો ખાતર, બિયારણ તેમજ અન્ય જરજરીત સાધનોની ખરીદી સરળતાથી કરી શકે છે. આગામી સમયમાં આ આર્થિક મદદ મળવાથી ગ્રામીણ અર્થતંત્રમાં પણ નવો જોશ આવશે અને સ્થાનિક સ્તરે વેપાર-રોજગારને વેગ મળશે. સરકારના આ કદમથી ખેડૂતોના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી જોવા મળી રહી છે અને તહેવારોની મોસમમાં આ જાહેરાત ખેડૂત પરિવાર માટે મોટો આનંદ લઈને આવી છે.

LATEST ARTICLES