JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સવારની માત્ર 30 મિનિટ આપો અને આખો દિવસ રહો ફિટ અને હેલ્ધી, જાણી લો આ ખાસ આદતો

Oct 28, 2026 | 14:00 | By JAMNAGAR MIRROR
સવારની માત્ર 30 મિનિટ આપો અને આખો દિવસ રહો ફિટ અને હેલ્ધી, જાણી લો આ ખાસ આદતો
આજની ભાગદોડ ભરી લાઈફમાં લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરતા હોય છે, જેનાથી શારીરિક અને માનસિક તણાવ વધે છે. જો દિવસના 24 કલાકમાંથી માત્ર 30 મિનિટ પોતાની હેલ્થ પાછળ ફાળવવામાં આવે, તો સવારની સારી આદતો અપનાવીને જીવનભર નિરોગી રહી શકાય છે.

આજકાલની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ, સ્ટ્રેસ અને ખાણી-પીણીની ખરાબ આદતોના કારણે આપણું આખું ગણિત બગડી જાય છે અને તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ઘરના કામકાજ, પરિવારની જવાબદારીઓ અને સમયસર ઓફિસ પહોંચવાના ટેન્શનમાં આપણને એ પણ ખ્યાલ નથી રહેતો કે આપણે પોતાના શરીર સાથે કેટલો અન્યાય કરી રહ્યા છીએ. જો તમારે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં શ્રેષ્ઠ કામ કરવું હોય તો હેલ્થને સૌથી પહેલી પ્રાથમિકતા આપવી જ પડે. આ માટે તમારે રોજબરોજની ભાગદોડમાંથી માત્ર 30 મિનિટનો સમય કાઢીને કેટલીક હેલ્ધી હેબિટ્સ ફોલો કરવાની જરૂર છે, જે તમને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવામાં મોટી મદદ કરશે.

સવારે ઊઠતાની સાથે જ મોબાઈલ ફોન ચેક કરવાની ખરાબ આદત છોડી દેવી જોઈએ કારણ કે તેનાથી દિવસની શરૂઆતમાં જ સ્ટ્રેસ વધે છે. સવારે ઊઠીને 2 થી 3 મિનિટ આરામથી પથારીમાં બેસીને ઊંડા શ્વાસ લો અને ત્યારબાદ હૂંફાળું ગરમ પાણી પીઓ કારણ કે આખી રાત 8 થી 9 કલાક પાણી વગર વિતાવ્યા પછી શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે, જે પાચનતંત્ર સુધારે છે. આ પછી રાત્રે પલાળેલી 1 અંજીર, કિસમિસ અને 3 થી 4 બદામની છાલ ઉતારીને તેને ચાવીને ખાવાની નિયમિત આદત બનાવો, જોકે ડાયાબિટીસના દર્દીઓએ કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત અડધા કલાકના આ રૂટિનમાં 15 મિનિટ વોકિંગ, સાયકલિંગ, સ્ટ્રેચિંગ અથવા યોગા માટે ફાળવો અને 5 થી 8 મિનિટ બ્રીધિંગ કસરત કરો, જે તમારા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને માટે વરદાન સાબિત થશે.

આ નાની-નાની પણ ખૂબ અસરકારક આદતોને જો તમે તમારા જીવનનો અભિન્ન ભાગ બનાવી લેશો, તો તે તમને માત્ર ફિટ જ નહીં રાખે પરંતુ માનસિક શાંતિ પણ આપશે. આ અહેવાલમાં આપેલી તમામ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માત્ર સામાન્ય જ્ઞાન અને જાણકારી માટે છે, તેથી કોઈપણ નવું રૂટિન કે ઈલાજ અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

LATEST ARTICLES