JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જિઓ પ્લેટફોર્મ્સની શાનદાર એન્ટ્રી, ગ્લોબલ બ્રોકરેજ નોમુરાએ આપી બાય રેટિંગ

Oct 28, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
જિઓ પ્લેટફોર્મ્સની શાનદાર એન્ટ્રી, ગ્લોબલ બ્રોકરેજ નોમુરાએ આપી બાય રેટિંગ
દેશના અત્યાર સુધીના સૌથી મોટા IPO લાવનાર જિઓ પ્લેટફોર્મ્સે શેરબજારમાં જબરदस्त ડેબ્યૂ કર્યું છે. શેર લિસ્ટિંગ બાદ જાણીતી બ્રોકરેજ ફર્મ નોમુરાએ આ સ્ટોક પર બાય રેટિંગ આપીને રોકાણકારો માટે મોટો નફો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટા આઈપીઓ તરીકે આવેલા જિઓ પ્લેટફોર્મના શેરે બુધવારે BSE અને NSE પર શાનદાર શરૂઆત કરી હતી. આ શેર આઈપીઓ પ્રાઇસ 1,119 પ્રતિ શેર સામે 21.36% ના પ્રીમિયમ સાથે 1,359 પર લિસ્ટ થયો હતો. આ ધમાકેદાર લિસ્ટિંગ બાદ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ નોમુરાએ આ સ્ટોક પર કવરેજ શરૂ કરતા બાય રેટિંગ આપ્યું છે અને આગામી સમય માટે 1,340 નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે ઇશ્યૂ પ્રાઇસથી લગભગ 20% ના ઉછાળા તરફ ઈશારો કરે છે. ગ્લોબલ બ્રોકરેજના જણાવ્યા અનુસાર, એક સમયનો માર્કેટ ડિસ્ટ્રપ્ટર ગણાતો જિઓ હવે આ સેક્ટરનો લીડર બની ગયો છે અને હાલમાં તે મોનેટાઈઝેશન સાયકલમાં પ્રવેશી ચૂક્યો છે.

ટ્રાઈના આંકડા મુજબ, ઓગસ્ટ 2026 સુધીમાં જિઓ પાસે દેશના વાયરલેસ સબસ્ક્રાઇબર્સનો 41.7% હિસ્સો છે. કંપની પાસે સૌથી મોટું 5G કવરેજ હોવાની સાથે પ્રતિ સબસ્ક્રાઇબર ડેટા વપરાશ એરટેલ કરતા 27% વધુ છે અને મંથલી ચર્ન રેટ સૌથી ઓછો 1.6% છે. ટેલિકોમ સેક્ટરમાં નવેમ્બર-ડિસેમ્બર 2026 દરમિયાન 15% સુધીના સંભવિત ટેરિફ હાઇકથી કંપનીના ARPU ને મોટો વેગ મળી શકે છે. આ ઉપરાંત, હોમ બ્રોડબેન્ડ પણ જિઓ માટે ગ્રોથનું બીજું મોટું એન્જિન સાબિત થઈ રહ્યું છે, જ્યાં જૂન 2026 સુધીમાં તેના સબસ્ક્રાઇબર્સ વધીને 28.6 મિલિયન પર પહોંચી ગયા છે. નોમુરાના મતે એફડબ્લ્યુએ મોડેલ વધુ કેપિટલ-ઇફિશિયન્ટ હોવાથી બ્રોડબેન્ડ સેગમેન્ટમાં કંપનીને લાંબા ગાળે મોટો ફાયદો થશે.

જિઓનો આ આઈપીઓ કુલ 30,213 કરોડ નો હતો, જેણે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના 27,870 કરોડ ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પબ્લિક ઇશ્યૂ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ ફૂલી સબસ્ક્રાઇબ થઈ ગયો હતો અને કુલ 1.38 કરોડથી વધુ એપ્લિકેશન્સ મળી હતી, જે અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ છે. ફાઇનાન્સિયલ મોરચે વાત કરીએ તો, 5G ઇન્વેસ્ટમેન્ટ સાયકલ પૂરી થવાના આરે હોવાથી કંપનીનો કેપેક્સ ઘટવાની અને ફ્રી કેશ ફ્લોમાં સુધારો થવાની અપેક્ષા છે. નોમુરાનું માનવું છે કે મજબૂત ફાઇનાન્સિયલ સ્થિતિને કારણે નાણાકીય વર્ષ FY29 સુધીમાં જિઓ નેટ બેસિસ પર સંપૂર્ણપણે ડેબ્ટ-ફ્રી એટલે કે દેવામુક્ત બની જશે.

LATEST ARTICLES