JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એફએમસીજી દિગ્ગજ હિન્દુસ્તાન યુનિલિવરનો શાનદાર દેખાવ, ક્વાર્ટર 2માં નેટ પ્રોફિટ વધીને 2,790 કરોડ પર પહોંચ્યો

Oct 28, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
એફએમસીજી દિગ્ગજ હિન્દુસ્તાન યુનિલિવરનો શાનદાર દેખાવ, ક્વાર્ટર 2માં નેટ પ્રોફિટ વધીને 2,790 કરોડ પર પહોંચ્યો
દેશની અગ્રણી કંપની એફએમસીજી હિન્દુસ્તાન યુનિલિવરે ક્વાર્ટર 2ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીનો નેટ પ્રોફિટ 4 ટકા વધીને 2,790 કરોડ થયો છે અને શેર દીઠ 19 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.

દેશની દિગ્ગજ એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL) દ્વારા નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે આવેલા આ રિપોર્ટ મુજબ કંપનીએ શાનદાર દેખાવ કરતા ઉત્સાહજનક આંકડા રજૂ કર્યા છે. ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ અને કન્ઝપ્શન માહોલ સારો હોવાને કારણે કંપનીએ ગ્રોથ જાળવી રાખ્યો છે. કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયરના જણાવ્યા મુજબ, મેક્રો ઇન્ડિકેટર્સ મજબૂત છે અને કંપની 'Winning in New India' ની રણનીતિ હેઠળ આગળ વધી રહી છે, જેથી લાંબા ગાળાની ક્ષમતાઓ વિકસાવી શકાય.

કંપની દ્વારા શેર બજારને આપવામાં આવેલી માહિતી મુજબ, ક્વાર્ટર 2માં કંપનીનો નેટ પ્રોફિટ 2,790 કરોડ થયો છે, જે ગત વર્ષના આ જ ક્વાર્ટરમાં 2,685 કરોડ હતો, એટલે કે તેમાં 4 ટકાનો વધારો થયો છે. જ્યારે ઓપરેશનમાંથી થતી આવક 15 ટકા વધીને 18,226 કરોડ પર પહોંચી છે, જે અગાઉ 15,919 કરોડ હતી. આ સાથે જ કંપનીએ નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર 19 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ માટે 12 નવેમ્બર 2026ની તારીખ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે અને પાત્ર શેરધારકોને 25 નવેમ્બર 2026ના રોજ ડિવિડન્ડની રકમ ચૂકવવામાં આવશે. સેગમેન્ટ પ્રમાણે નજર કરીએ તો, હોમ કેર સેગમેન્ટમાં 22 ટકા, બ્યુટી એન્ડ વેલબીઇંગમાં 16 ટકા, પર્સનલ કેરમાં 9 ટકા અને ફૂડ્સ સેગમેન્ટમાં 9 ટકાનું સેલ્સ ગ્રોથ નોંધાયું છે.

આ શાનદાર પરિણામો છતાં શેર બજારમાં કંપનીના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને રિઝલ્ટ જાહેર થયા બાદ એચયુએલના શેર 3 ટકા ઘટીને દિવસના નીચલા સ્તરે 1,766 પર પહોંચી ગયા હતા. કંપનીનું માનવું છે કે આગામી સમયમાં પોર્ટફોલિયો ટ્રાન્સફોર્મેશનથી દેખાવ વધુ સુધરશે, જોકે નજીકના ગાળામાં કોમોડિટી ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી યથાવત રહેવાની શક્યતા છે. કંપનીનું કન્સોલિડેટેડ ઇબિડા માર્જિન વર્તમાન 22 થી 24 ટકાની રેન્જમાં જ જળવાઈ રહેવાનો અંદાજ છે.

LATEST ARTICLES