દેશમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે યુનિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આલોચકોને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ વિરોધીઓ દ્વારા ભારતની આઈફોન મેન્યુફેક્ચરિંગ મોડેલ, વિદેશી પાર્ટ્સ પર નિર્ભરતા અને સરકારી સબસિડીના ખર્ચ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ટીકાઓનો આક્રમક અંદાજમાં જવાબ આપતા મિનિસ્ટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે પીએલઆઈ સ્કીમના સફળ આંકડા રજૂ કર્યા હતા અને સાથે જ કોપ હાર્ડર જેવું તીખો મેસેજ પણ આપ્યો હતો.
મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ, સરકારે આ સેક્ટર માટે 19000 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવ્સ ચૂકવ્યા છે, જેની સામે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને 25000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત જીએસટી કલેક્શન પણ આંકડાકીય રીતે 3 લાખ કરોડ રૂપિયા જેટલું થયું છે જે સરકારની આર્થિક નીતિની સફળતા બતાવે છે. રેવન્યુ ઉપરાંત રોજગારીના મોરચે પણ આ સેક્ટરે મોટું યોગદાન આપ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કુલ 25 લાખ લોકોને રોજગારી મળી છે, જેમાં એકલા મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સેક્ટરે જ 12 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. ભારત હવે એપલ અને અન્ય કંપનીઓ માટે ગ્લોબલ સપ્લાય ચેઈનનું એક મોટું અને ભરોસાપાત્ર હબ બની રહ્યું છે.
જોકે, ચીનના મેન્યુફેક્ચરિંગ મોડેલની કોપી કરવાના સવાલો વચ્ચે અસલી પડકાર માત્ર ફોન એસેમ્બલ કરવાનો નથી પરંતુ દેશમાં જ પાર્ટ્સનું પ્રોડક્શન વધારીને વેલ્યુ એડિશન કરવાનો છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે કેબિનેટ મંજૂરી સાથે 62500 કરોડ રૂપિયાના આઉટલેટવાળી મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ તૈયાર કરી છે, જે નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધી ચાલશે. આ નવી યોજનાનો હેતુ ડોમેસ્ટિક વેલ્યુ એડિશન વધારવા અને ગ્લોબલ માર્કેટમાં ભારતની સ્પર્ધાત્મકતા મજબૂત કરવાનો છે. આગામી સમયમાં સ્થાનિક સ્તરે રિસર્ચ અને ડિઝાઇન ક્ષમતાઓ વધારીને ભારત માત્ર એસેમ્બલિંગ હબમાંથી એક સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
