JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અગ્નિવીરોના પહેલા જ બેચની વિદાય ટાંકણે કેન્દ્ર અને રાજ્યોની મોટી જાહેરાતો, નોકરી માટે મળશે ખાસ છૂટછાટ

Oct 28, 2026 | 11:45 | By JAMNAGAR MIRROR
અગ્નિવીરોના પહેલા જ બેચની વિદાય ટાંકણે કેન્દ્ર અને રાજ્યોની મોટી જાહેરાતો, નોકરી માટે મળશે ખાસ છૂટછાટ
જૂન 2022માં શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોનો પહેલો બેચ ડિસેમ્બર 2026 સુધીમાં પોતાની 4 વર્ષની સેવા પૂરી કરીને બહાર આવશે. આ યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાથી લઈને અલગ-અલગ રાજ્યોએ પોલીસ અને સુરક્ષા વિભાગોમાં ખાસ જોબ ક્વોટા અને વયમર્યાદામાં છૂટછાટની જાહેરાતો કરી છે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ સૈન્યમાં જોડાયેલા અગ્નિવીરોના પહેલા બેચનો 4 વર્ષનો કાર્યકાળ પૂરો થવાના આરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે 18,300 અગ્નિવીરો 31 ડિસેમ્બર 2026 સુધીમાં સેનામાંથી મુક્ત થશે. ઇન્ડિયન નેવી નવેમ્બરના મધ્યથી તબક્કાવાર પોતાના જવાનોને મુક્ત કરવાની શરૂઆત કરશે, ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સ અને આર્મી પણ આ પ્રક્રિયા હાથ ધરશે. આ પહેલા બેચમાંથી આશરે 75% જવાનો સેના છોડશે, જ્યારે બાકીના જવાનો સ્કીમના નિયમો મુજબ રેગ્યુલર કેડરમાં પોતાની સેવા ચાલુ રાખી શકશે. સૈન્યમાંથી બહાર આવનારા આ યુવાનો સિવિલિયન લાઈફમાં સરળતાથી સેટ થઈ શકે તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અગ્નિવીરોને સુરક્ષા અને પોલીસ વિભાગોમાં વ્યાપક રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPFમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અને આસામ રાઇફલ્સમાં રાઇફલમેન પદો માટે 50% રિઝર્વેશનની જાહેરાત કરી છે. આ લાયક ઉમેદવારોને લેખિત પરીક્ષા તેમજ ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે અને ઉપરની વયમર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે, જ્યારે પહેલા બેચના ઉમેદવારોને વધારાની 5 વર્ષની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને દિલ્હી તેમજ ચંડીગઢ જેવા રાજ્યો અને યુટી દ્વારા પણ પોલીસ, ફાયર સર્વિસ, ફોરેસ્ટ અને જેલ વિભાગમાં 10% થી 20% સુધીનો જોબ ક્વોટા અને પ્રાધાન્ય આપવાની જાહેરાતો કરવામાં આવી છે.

જૂન 2022માં યુવાનોને ટૂંકાગાળા માટે સૈન્યમાં તાલીમ આપીને દેશસેવા માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી અગ્નિપથ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતની વયમર્યાદા 17.5 થી 21 વર્ષ રાખવામાં આવી હતી. હવે જ્યારે આ પહેલો બેચ પોતાની સૈન્ય સેવા પૂરી કરીને બહાર આવી રહ્યો છે, ત્યારે તેમની શિસ્ત, તાલીમ અને અનુભવનો લાભ દેશના અન્ય સુરક્ષા અને સરકારી વિભાગોને મળે તે દિશામાં નક્કર પગલાં લેવાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ તમામ રાજ્યોને અગ્નિવીરો માટે 20% નોકરીઓ અનામત રાખવા માટે પત્ર લખવામાં આવ્યો છે, જેથી આ યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.

LATEST ARTICLES