અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન પૂરી થયા બાદ પણ અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને ખરાબ બની ગઈ છે. સામાન્ય જનતાને ખાડામાંથી મુક્તિ અપાવવા માટે ખુદ મેયર દ્વારા અઠવાડિયામાં તમામ રસ્તાઓ રિપેર કરી દેવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ જમીની હકીકત જોઈને લાગે છે કે AMC ના રોડ રિસરફેસિંગના તમામ દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે અને તંત્રની પોલ ખુલી ગઈ છે.
ગમત 24 સપ્ટેમ્બરના રોજ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં શહેરમાં સ્થિતિ જરાય સુધરી નથી. ખાસ કરીને ગોતા વિસ્તારના માર્ગોની હાલત તો એટલી ખરાબ થઈ ગઈ છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે નક્કી કરવું પણ મુશ્કેલ બની ગયું છે. આ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થતી વખતે વાહનચાલકોને હાડમારી વેઠવી પડે છે, જેના કારણે લોકોને કમરના દર્દો થવાની સાથે વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે જેની ફરિયાદો સતત વધી રહી છે.
AMC દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કડક સૂચનાઓ આપવા છતાં કામગીરી અત્યંત નબળી ગુણવત્તાવાળી અને અધૂરી થઈ રહી છે. તંત્રની આ ઉદાસીનતા અને લાપરવાહીને કારણે સામાન્ય જનતામાં ભારે નારાજગી ફેલાઈ છે અને જો વહેલી તકે રસ્તાઓનું સંતોષકારક રિસરફેસિંગ કામ નહીં થાય તો નાગરિકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
