JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

પંજાબ નેશનલ બેંક ખાતાધારકો માટે એલર્ટ, 10 નવેમ્બર પહેલા પતાવી લો આ કામ નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

Oct 28, 2026 | 09:55 | By JAMNAGAR MIRROR
પંજાબ નેશનલ બેંક ખાતાધારકો માટે એલર્ટ, 10 નવેમ્બર પહેલા પતાવી લો આ કામ નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ
પીએનબી બેંકે લાંબા સમયથી બંધ અને ઝીરો બેલેન્સ વાળા ખાતાઓ વિશે મોટો નિર્ણય લીધો છે. જે એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તે બંધ કરવામાં આવશે, જેથી ગ્રાહકોએ તાત્કાલિક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી પડશે.

પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા તેના ગ્રાહકો માટે એક મહત્વની નોટિસ જાહેર કરવામાં આવી છે. બેંકના જણાવ્યા અનુસાર, જે ખાતાઓમાં છેલ્લા 3 વર્ષથી ગ્રાહક દ્વારા કોઈ જ ઓપરેશન કે ટ્રાન્ઝેક્શન નથી થયું અને ખાતામાં ઝીરો બેલેન્સ છે, તેવા તમામ એકાઉન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકે ગત 26 ઓક્ટોબર 2026ના રોજ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે. આવા નિષ્ક્રિય ખાતાઓના દુરુપયોગને અટકાવવા અને સુરક્ષા જોખમો ઘટાડવા માટે બેંકે આ કડક પગલું ભર્યું છે. જે ગ્રાહકો પોતાના આ ખાતાઓને ચાલુ રાખવા માંગતા હોય તેમણે આગામી 10 નવેમ્બર 2026 સુધીમાં પોતાની કેવાયસી (KYC) પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરી લેવાની રહેશે.

બેંકના નિયમો મુજબ, જે ખાતાઓમાં 30 સપ્ટેમ્બર 2026 સુધીના છેલ્લા 3 વર્ષમાં એક પણ લેણદેણ થઈ નથી અને બેલેન્સ પણ શૂન્ય છે, તેવા ખાતાધારકોએ પોતાની હોમ બ્રાન્ચમાં જઈને કેવાયસી અપડેટ કરાવવું પડશે અથવા એકાઉન્ટ રીએક્ટિવેટ કરાવવું પડશે. આ કામ 10 નવેમ્બર 2026 ની ડેડલાઇન પહેલા પૂરું કરી લેવાનું રહેશે, જેથી બેંકિંગ સર્વિસનો લાભ આગળ પણ મળતો રહે. આરબીઆઈ (RBI) ની ગાઇડલાઇન્સ મુજબ તમામ ગ્રાહકો માટે કેવાયસી અપડેટ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, જે ખાતાઓ માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી કેવાયસી ડ્યુ હતું, તેમને 31 ઓક્ટોબર 2026 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સમયસર કેવાયસી ન થાય તો એકાઉન્ટનું ઓપરેશન રિસ્ટ્રિક્ટ પણ થઈ શકે છે.

ગ્રાહકો પોતાની સગવડ મુજબ ઘરે બેઠા કે બ્રાન્ચમાં જઈને સરળતાથી કેવાયસી અપડેટ કરી શકે છે. બેંક દ્વારા પીએનબી વન (PNB ONE) એપ, નેટ બેંકિંગ (IBS), રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી, પોસ્ટ, વોટ્સએપ, એસએમએસ, બેંકની કોર્પોરેટ વેબસાઈટ તેમજ કોઈપણ પીએનબી બ્રાન્ચમાં રૂબરૂ જઈને આ પ્રક્રિયા કરવાની સુવિધા આપવામાં આવી છે. જો કેવાયસી વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો ગ્રાહકો એસએમએસ દ્વારા પણ મેસેજ મોકલીને પ્રક્રિયા કરી શકે છે. જો સમયસર આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખાતાધારકોએ પોતાના એકાઉન્ટ ગુમાવવાનો વારો આવી શકે છે, તેથી સમય રહેતા જ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દેવા હિતાવહ છે.

LATEST ARTICLES