JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અડધું બાંધકામ કરેલું મેન્શન વેચીને અબજોપતિએ કર્યા 9 મિલિયન ડોલરનો નફો

Oct 27, 2026 | 17:00 | By JAMNAGAR MIRROR
અડધું બાંધકામ કરેલું મેન્શન વેચીને અબજોપતિએ કર્યા 9 મિલિયન ડોલરનો નફો
આરએચના સીઈઓ ગેરી ફ્રીડમેને કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં આવેલી અધૂરી પ્રોપર્ટી 15 મિલિયન ડોલરમાં ખરીદી હતી અને ત્રણ વર્ષ પછી તેને 24 મિલિયન ડોલરમાં વેચી દીધી. જમીનની અછત અને શાનદાર લોકેશનને કારણે અધૂરા મકાનો પણ લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં હોટ ફેવરિટ સાબિત થઈ રહ્યા છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લક્ઝરી ઘર ખરીદવાનું વિચારે ત્યારે તેના મગજમાં રેડીમેડ ફ્લોર, ફર્નિચર અને તૈયાર ઇન્ટિરિયરવાળી પ્રોપર્ટીનું ચિત્ર હોય છે. પરંતુ કેલિફોર્નિયામાં એક એવો અદભુત કિસ્સો સામે આવ્યો છે જ્યાં ઘર અધૂરું હોવા છતાં તેની કિંમત સોનાના ટુકડા જેવી કિંમતી સાબિત થઈ. પ્રીમિયમ ફર્નિચર બ્રાન્ડ આરએચના ચેરમેન અને સીઈઓ ગેરી ફ્રીડમેને લોસ એન્જલસના પોશ વિસ્તાર બેવર્લી ક્રેસ્ટમાં આવેલું એક અડધું બાંધકામ થયેલું વિશાળ મેન્શન ખરીદ્યું હતું. લક્ઝરી ડિઝાઇન અને સ્પેસની સમજ ધરાવતા ગેરી માટે આ પ્રોપર્ટી માત્ર રહેવાનું સ્થળ નહોતું, પણ લોસ એન્જલસની દુર્લભ જમીન મેળવવાની એક સુવર્ણ તક હતી.

આ પ્રોપર્ટીની ખાસિયત એ હતી કે તેનો બાહ્ય માળખો તૈયાર હતો પરંતુ અંદરનું ઇન્ટિરિયર સાવ અધૂરું હતું, જેથી ખરીદનાર પોતાની પસંદગી મુજબ તેમાં ફેરફાર કરી શકે. આ ચાર માળની પ્રોપર્ટી બેવર્લી ક્રેસ્ટમાં 2.8 એકર જમીનમાં ફેલાયેલી છે અને 2013માં માર્મોલ રાડઝિનર નામની આર્કિટેક્ચર ફર્મ દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ શાનદાર પ્રોપર્ટી ડાઉનટાઉન લોસ એન્જલસથી લઈને સમુદ્ર સુધીનો નજારો આપે છે. ગેરી ફ્રીડમેને આ અધૂરું મેન્શન 15 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું અને વર્ષ 2022માં તેને 24 મિલિયન ડોલરમાં વેચી દીધું, જેનાથી તેમને સીધો 9 મિલિયન ડોલરનો જબરદસ્ત નફો થયો હતો.

અતિ-લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં અધૂરી પ્રોપર્ટીઝને નુકસાન તરીકે નહીં પરંતુ અબજોપતિ ખરીદદારો માટે મનપસંદ ડિઝાઇન બનાવવાની તક તરીકે જોવામાં આવે છે. લોસ એન્જલસની પહાડીઓમાં પ્રાઇવસી અને મોટી જગ્યા ધરાવતી જમીનોની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે બિલ્ડરો અને શ્રીમંતો અધૂરા બાંધકામને પણ લાંબા ગાળાના મોટા ઇન્વેસ્ટમેન્ટ તરીકે જુએ છે. આ ડીલ સાબિત કરે છે કે લક્ઝરી રિયલ એસ્ટેટમાં રેડીમેડ ઘર કરતાં પણ જમીનનું લોકેશન, ભવ્ય સ્કેલ અને કસ્ટમાઇઝેશનની ક્ષમતા સૌથી વધુ કિંમત ધરાવે છે.

LATEST ARTICLES