જો તમે જિઓ પ્લેટફોર્મ્સના IPO માં અપ્લાય કર્યું હતું અને તમને શેર નથી મળ્યા, તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે હજુ પણ સેક્ધડરી માર્કેટમાં એન્ટ્રી કરવાની તક મળી શકે છે. કંપનીનો આ મેગા IPO ગાયબ થયેલી ડિમાન્ડ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ NSE અને BSE પર લિસ્ટ થવા માટે પૂરી રીતે તૈયાર છે. આ IPO કુલ 22.19 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જે બતાવે છે કે રોકાણકારોમાં તેને લઈનેબરબરનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. કંપનીએ આ ફાઇનલ ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર 1,119 નક્કી કરી છે અને આ આખો IPO કુલ 30,188 કરોડ રૂપિયાનો છે.
માર્કેટ એક્સપર્ટ અંબરીશ બલિગાના કહેવા મુજબ, આ IPO માં ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ અપેક્ષા કરતા ઘણી વધારે રહી છે અને ગ્રે માર્કેટમાં પણ સારો એવો પ્રીમિયમ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે, ઇશ્યૂનું કદ ઘણું મોટું હોવાથી લિસ્ટિંગ પર 8% થી 10% સુધીનું સામાન્ય પ્રીમિયમ મળવાની અપેક્ષા છે. તેમણે સ્પષ્ટ સલાહ આપી છે કે જો લિસ્ટિંગ પછી સ્ટોક બહુ વધારે ઊંચો ખુલે અને પછી તેમાં ઘટાડો જોવા મળે, તો જે લોકોને શેર નથી મળ્યા તેઓ IPO પ્રાઇસની આસપાસ ખરીદી કરવાનો વિચાર કરી શકે છે. મોટી સાઇઝના કારણે લિસ્ટિંગ બાદ પ્રોફિટ બુકિંગ માટે સેલિંગ પ્રેશર પણ જોવા મળી શકે છે.
અન્ય એક માર્કેટ રિસર્ચ એક્સપર્ટ અવિનાશ ગોરક્ષકરનું માનવું છે કે જે રોકાણકારોને એલોટમેન્ટ નથી મળ્યું તેમણે લિસ્ટિંગના શરૂઆતના દિવસોમાં જ દોડધામ કરવાને બદલે માર્કેટમાં ભાવ થોડા સ્થિર થવાની રાહ જોવી જોઈએ. શરૂઆતમાં સ્ટોક ઝડપથી ઉપર જઈ શકે છે અને ત્યારબાદ તેમાં પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. એટલા માટે, જો તમે જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવા માંગતા હોવ તો લિસ્ટિંગના દિવસોમાં શેરની ચાલ પર ખાસ નજર રાખો અને ઉતાવળમાં ખરીદી કરવાથી બચીને સમજદારીપૂર્વક જ આગળ વધવું યોગ્ય રહેશે.
