JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એઆઈ બૂમ અસલી છે કે પછી મોટો બબલ? સિલિકોન વેલીના ફાઉન્ડર્સ સાથે નિખિલ કામથની ચર્ચા

Oct 27, 2026 | 10:05 | By JAMNAGAR MIRROR
એઆઈ બૂમ અસલી છે કે પછી મોટો બબલ? સિલિકોન વેલીના ફાઉન્ડર્સ સાથે નિખિલ કામથની ચર્ચા
એઆઈ સેક્ટરમાં કરોડો ડૉલરનું રોકાણ થઈ રહ્યું છે અને કંપનીઓની વેલ્યુએશન આસમાને પહોંચી ગઈ છે, ત્યારે ખર્ચ અને કમાણી વચ્ચેનો મોટો તફાવત ચિંતાનો વિષય બન્યો છે. આ ટેક્નોલોજીના ભવિષ્ય અને ભારત માટેની તકો અંગે નિષ્ણાતોએ શું કહ્યું તે જાણો.

આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ઇન્ડસ્ટ્રીમાં અબજો ડૉલરનું આંધણ થઈ રહ્યું છે અને નવી સ્ટાર્ટઅપ કંપનીઓની વેલ્યુએશન અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે. આ આખી દોડધામ જોઈને દુનિયાભરમાં એ સવાલ ચર્ચામાં છે કે શું આ રોકાણ ખરેખર યોગ્ય છે કે પછી આ ઇન્ડસ્ટ્રી કોઈ મોટા બબલ તરફ આગળ વધી રહી છે? પ્રખ્યાત પોડકાસ્ટ પર સેન ફ્રાન્સિસ્કોના ટેક્નોલોજી ફાઉન્ડર્સ સાથેની વાતચીતમાં આ મુદ્દો ગરમાગરમ ચર્ચા Üપર રહ્યો હતો. આ ચર્ચામાં નોશનના કો-ફાઉન્ડર અક્ષય કોઠારી, રિસર્વિવ ઇન્ટેલિજન્સના કો-ફાઉન્ડર અઝાલિયા મિહોરસેની, તેના સીઈઓ અન્ના ગોલ્ડિ અને ટ્યુરિંગના કો-ફાઉન્ડર વિજય કૃષ્ણન જેવા દિગ્ગજો જોડાયા હતા. તેમણે એઆઈનું અર્થશાસ્ત્ર, બિઝનેસ પર તેની અસર અને ખાસ કરીને ભારત માટે તેમાં કઈ કઈ નવી તકો છુપાયેલી છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

આ ચર્ચા દરમિયાન સૌથી મોટો મુદ્દો ખર્ચ અને કમાણી વચ્ચેના અંતરનો સામે આવ્યો હતો. એક અંદાજ મુજબ આ વર્ષે એઆઈ પાછળનો કુલ ખર્ચ વધીને 700 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે એન્ટરપ્રાઇઝ એઆઈની કમાણી માંડ 100 બિલિયન ડૉલરની આસપાસ જ છે. જોકે, બીજી તરફ એ વાત પણ સ્વીકારવામાં આવી કે એઆઈ ટૂલ્સના કારણે સોફ્ટવેર ટીમનું કદ હવે અડધું કે 50 થી 60 ટકા જેટલું જ રહી ગયું છે અને કંપનીઓ ઓછી ટીમ સાથે મોટું કામ કરી રહી છે. નિષ્ણાતોએ એવું પણ ધ્યાન દોર્યું કે લોકો હજુ પણ એઆઈનો ઉપયોગ ફક્ત સર્ચ કરવા માટે જ વધારે કરે છે, જ્યારે તેનાથી આખા બિઝનેસને બદલી નાખવાની ક્ષમતા હજુ પૂરતી ઉપયોગમાં નથી આવી. આ ઉપરાંત, ભવિષ્યમાં ડેટા સેન્ટર્સ અને કમ્પ્યુટિંગ પાવરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવશે અને આગામી 5 વર્ષમાં દુનિયાને અંદાજે 100,000 ગણી વધુ કમ્પ્યુટિંગ કેપેસિટીની જરૂર પડી શકે છે.

ભારતના સંદર્ભમાં વાત કરીએ તો, દેશમાં મજબૂત કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. પરંપરાગત આઈટી સર્વિસીઝ ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી છે ત્યારે ભારતે ગ્લોબલ લેવલ પર ટક્કર આપી શકે તેવા એઆઈ બિઝનેસ વિકસાવવા પડશે. ભારતીય ભાષાઓ માટેના એઆઈ મૉડેલ્સ અને એક્સપર્ટ ડેટા સર્વિસિસમાં મોટી તકો રહેલી છે, જોકે સ્ટાર્ટઅપ ફંડિંગ અને સરકારી મંજૂરીઓ મેળવવી હજુ પણ પડકારજનક છે. આખી ચર્ચાના અંતે એવો કોઈ નિષ્કર્ષ નહોતો આવ્યો કે આ બબલ છે કે કેમ, પરંતુ જો આવનારા સમયમાં એઆઈનો વપરાશ અને પ્રોડક્ટિવિટી અપેક્ષા મુજબ નહીં વધે તો કંપનીઓની વેલ્યુએશન પર મોટું દબાણ આવી શકે છે.

LATEST ARTICLES