JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રમ્પના કટ્ટર ટીકાકાર અને એફબીઆઈના પૂર્વ ચીફ જેમ્સ કોમી સામે વધુ એક કેસ દાખલ

Oct 27, 2026 | 04:55 | By JAMNAGAR MIRROR
ટ્રમ્પના કટ્ટર ટીકાકાર અને એફબીઆઈના પૂર્વ ચીફ જેમ્સ કોમી સામે વધુ એક કેસ દાખલ
અમેરિકામાં એફબીઆઈના પૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમીની મુશ્કેલીઓ વધી છે અને ફેડરલ પ્રોસિક્યુટર્સે તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર વિરોધી ગણાતા કોમી સામે આ ત્રીજો ફેડરલ કેસ નોંધાયો છે, જેના જવાબમાં તેમણે પોતે નિર્દોષ હોવાનું કહીને વીડિયો જારી કર્યો છે.

અમેરિકાના રાજકારણમાં અત્યારે એક મોટો ધડાકો થયો છે, જેમાં એફબીઆઈના પૂર્વ ડાયરેક્ટર જેમ્સ કોમી સામે ફેડરલ પ્રોસિક્યુટર્સે રાષ્ટ્રીય રક્ષા માહિતી મોકલવા અને તે માટે કાવતરું રચવાના આરોપોસર નવો કેસ કર્યો છે. વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયન દખલગીરીની તપાસ શરૂ કર્યા બાદથી જ જેમ્સ કોમી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાના પર રહ્યા છે અને આ તેમની સામેનો ત્રીજો ફેડરલ કેસ છે. આ નવા આરોપો સામે આવતા જ કોમીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ કાર્યવાહીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનો દુરુપયોગ ગણાવ્યો હતો.

આખો મામલો ઓક્ટોબર 5, 2016ના રોજ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક આર્ટિકલ સાથે જોડાયેલો છે, જેના આધારે આ કેસ ઓક્ટોબર 5થી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. સ્પેશિયલ આસિસ્ટન્ટ યુએસ એટર્ની ડસ્ટિન ફારાહનાકે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો મુજબ, તપાસકર્તાઓને એવા પુરાવા મળ્યા છે કે જેમ્સ કોમીએ એક ન્યૂઝ રિપોર્ટમાં રહેલી માહિતી સુધારવા માટે પોતાના સ્ટાફને પત્રકાર સાથે વાત કરવાની સૂચના આપી હતી અને આ પ્રક્રિયામાં કથિત રીતે ગુપ્ત માહિતી ગેરકાયદેસર રીતે પાસ કરવામાં આવી હતી. બીજી તરફ કોમીના વકીલોએ આ કેસ ફગાવી દેવા માટે અદાલતમાં અરજી પણ દાખલ કરી દીધી છે.

આ તમામ વિવાદો વચ્ચે જેમ્સ કોમીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ લોકોથી ડરવાના નથી અને સ્વતંત્ર ફેડરલ ન્યાયતંત્ર પર તેમને પૂરો વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના જૂના મતભેદો અને રશિયન ચૂંટણી હસ્તક્ષેપની તપાસને લઈને કોમી લાંબા સમયથી ચર્ચામાં રહ્યા છે ત્યારે આ નવા લીગલ મામલાએ અમેરિકન રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે. આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે અને ન્યાયતંત્ર શું ફેસલો લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

LATEST ARTICLES