JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાંગ્લાદેશમાં જમીન વિવાદની પંચાયતમાં હિન્દુ શિક્ષકની βάеટ માર મારીને હત્યા

Oct 27, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
બાંગ્લાદેશમાં જમીન વિવાદની પંચાયતમાં હિન્દુ શિક્ષકની βάеટ માર મારીને હત્યા
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં જમીન વિવાદનો માેટાડવા ગયેલા 55 વર્ષીય હિન્દુ શિક્ષક મનોરંજન રાયની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ અલ્પસંખ્યક સમુદાયના સંગઠને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જમીન વિવાદના મામલે બોલાવાયેલી આર્બિટ્રેશન મીટિંગ એટલે કે પંચાયત દરમિયાન મામલો ગરમાયો હતો. આ વિવાદને શાંત પાડવા અને બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા 55 વર્ષીય હિન્દુ શિક્ષક મનોરંજન રાય પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બનેલી આ ઘટનામાં ગંભીર ઇજાઓના કારણે આ શિક્ષકનું મોત નીપજ્યું હતું, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ દુખદ ઘટના અંગે વિગતવાર માહિતી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જમીન વિવાદને ઉકેલવા માટે યોજાયેલી આ બેઠક દરમિયાન અચાનક તણાવ વધી ગયો હતો અને વાત વણસી હતી. આ સ્થિતિમાં મનોરંજન રાયે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગુસ્સે ભરાયેલા શખ્સોએ તેમના પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો અને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બાબતે સોમવારે બાંગ્લાદેશ હિન્દુ સંમિલન સંઘ નામના લઘુમતી સંગઠને સત્તાવાર નિવેદન જારી કરીને આ નિર્દય હત્યાની આકરી નિંદા કરી છે.

આ મામલે સંગઠનના જનરલ સેક્રેટરી એમ.કે. રાયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ માત્ર એક ક્રિમિનલ એક્ટ નથી, પરંતુ કાયદાના શાસન, માનવતા અને બિનસાંપ્રદાયિક બાંગ્લાદેશની ભાવના પર સીધો હુમલો છે. લઘુમતી સંગઠને આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને તેમને દાખલારૂપ સજા આપવાની માંગ કરી છે. આ સાથે જ પીડિત પરિવારને પૂરતું વળતર અને સુરક્ષા આપવા તેમજ સમગ્ર દેશમાં હિન્દુઓની જમીન કબજે કરવાની ઘટનાઓ અને અત્યાચાર અટકાવવા સરકારે અસરકારક પગલાં લેવા જોઈએ તેવી જોરદાર માંગ ઉઠાવી છે.

LATEST ARTICLES