JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ડેન્ટિસ્ટના પ્રિસ્ક્રિપ્શનને લઈને મોટો નિયમ, હવે નામ અને રજિસ્ટ્રેશન નંબર લખવા પડશે ફરજિયાત

Oct 27, 2026 | 04:45 | By JAMNAGAR MIRROR
ડેન્ટિસ્ટના પ્રિસ્ક્રિપ્શનને લઈને મોટો નિયમ, હવે નામ અને રજિસ્ટ્રેશન નંબર લખવા પડશે ફરજિયાત
નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હવેથી તમામ ડેન્ટિસ્ટએ દર્દીઓને અપાતા પ્રિસ્ક્રિપ્શનમાં પોતાની ડિગ્રી, ક્લિનિકનું સરનામું અને રજિસ્ટ્રેશન નંબર અચૂક દર્શાવવા પડશે. ફાર્મા કંપનીઓની જાહેરાતવાળા પેડ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવી દિલ્હીથી સામે આવેલા એક મોટા સમાચાર મુજબ હવે દેશભરના ડેન્ટિસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા તાજેતરમાં જ એક પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે, જે અનુસાર હવે દાંતના ડોક્ટરોએ દર્દીઓને દવા લખી આપતી વખતે કેટલાક નિયમોનું કડક પાલન કરવું પડશે. જે રીતે એમબીબીએસ ડોક્ટરો માટે નિયમો હોય છે, તે જ તર્જ પર હવે ડેન્ટિસ્ટ માટે પણ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેથી દર્દીઓને સાચી માહિતી મળી રહે.

નવા નિયમ મુજબ પ્રિસ્ક્રિપ્શન કાં તો પ્રિન્ટેડ હોવું જોઈએ અથવા તેમાં ડોક્ટરની પૂરી વિગતો હોવી અનિવાર્ય છે. આ પ્રિસ્ક્રિપ્શનમાં જે તે રાજ્યની સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલમાં નોંધાયા મુજબ ડોક્ટરનું પૂરું નામ, તેમનો રજિસ્ટ્રેશન નંબર, ડેન્ટલ ક્વોલિફિકેશન અને ક્લિનિક કે પ્રેક્ટિસનું પિનકોડ સાથેનું સરનામું સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. આ ઉપરાંત ડોક્ટરનો ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર અને મેન્યુઅલ કે ડિજિટલ સહી હોવી પણ જરૂરી છે. જો પ્રિન્ટેડ પેડ ન હોય તો ડોક્ટરે પોતાની સહી સાથે ફરજિયાત સ્ટેમ્પ મારવો પડશે.

કમિશને ખાસ સૂચના આપી છે કે કોઈ પણ ડેન્ટિસ્ટ દ્વારા ફાર્મા કંપનીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા કે કંપનીની જાહેરાત છાપેલી હોય તેવા પ્રિસ્ક્રિપ્શન પેડનો ઉપયોગ કરી શકાશે નહીં. આ કડક નિયમ પાછળનો હેતુ મેડિકલ પ્રેક્ટિસમાં પારદર્શિતા લાવવાનો અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આગામી સમયમાં આ નિયમનું કડક પાલન થાય તે માટે તમામ ડેન્ટિસ્ટને સૂચના આપી દેવામાં આવી છે.

LATEST ARTICLES