અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ઇલેક્શન પહેલા તાજેતરના પોલ અનુસાર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રોવલ રેટિંગ વધીને 32 ટકા પર પહોંચી ગયું છે, જે અગાઉના રેકોર્ડ નીચલા સ્તરથી 1 ટકા વધુ છે. આ ચૂંટણી નક્કી કરશે કે કોંગ્રેસ પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે, જેના કારણે રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં પોતાનું બહુમત જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જો રિપબ્લિકન પાર્ટી આમાંથી કોઈપણ સદન પરથી નિયંત્રણ ગુમાવે છે, તો ટ્રમ્પની બીજી ટર્મની છેલ્લી બે વર્ષનીી રાજકીય એજન્ડામાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
દેશવ્યાપી રીતે યોજાયેલા પાંચ દિવસના પોલ મુજબ રજિસ્ટર્ડ વોટરોએ ડેમોક્રેટ્સનીફેવરમાં 47 ટકા અને રિપબ્લિકન્સની ફેવરમાં 36 ટકા મત આપ્યા છે, જ્યારે 11 ટકા વોટરો હજુ પણ અસાઇડેડ છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચેનો આ 11 ટકાનો ગેપ અગાઉના પોલ કરતા થોડો ટાઈટ થયો છે અને અનડિસાઇડેડ વોટરોના રિસ્પોન્સને જોડવામાં આવે તો આ અંતર 9 ટકા (50 ટકા સામે 41 ટકા) પર આવી જાય છે. ઓનલાઈન થયેલા આ પોલમાં કુલ 1679 એડલ્ટ્સ અને 1280 રજિસ્ટર્ડ વોટરોના મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાં માર્જિન ઓફ એરર 2 થી 3 ટકા વચ્ચે છે.
આ ચૂંટણી અભિયાનના ભાગરૂપે ટ્રમ્પ મિસિસિપી પહોંચ્યા છે, જે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે પરંતુ ત્યાં પણ સેનેટ કેન્ડિડેટ સિન્ડી હાઇડ-સ્મિથ સામે ડેમોક્રેટિક કેન્ડિડેટ સ્કોટ કોલોમ તરફથી ભારે ટક્કર મળી રહી છે. મોંઘવારી અને ટ્રમ્પની બીજી પ્રેસિડેન્સીના કેટલાક મુદ્દાઓને કારણે વોટરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જેનાથી ડેમોક્રેટ્સ મજબૂત સ્થિતિમાં આવી રહ્યા છે. વોશિંગ્ટન અને દેશભરની રાજકીય સ્થિતિ બદલી નાખનાર આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે આગામી દિવસોમાં પડકારો વધી શકે છે.
