JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

હોલીવુડના સ્ટાર ક્રિસ હેમ્સવર્થે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યું આલીશાન મેન્શન, 50 મીટરના પુલ સાથે છે અનોખી સુવિધાઓ

Oct 27, 2026 | 01:10 | By JAMNAGAR MIRROR
હોલીવુડના સ્ટાર ક્રિસ હેમ્સવર્થે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યું આલીશાન મેન્શન, 50 મીટરના પુલ સાથે છે અનોખી સુવિધાઓ
પ્રખ્યાત હોલીવુડ એક્ટર ક્રિસ હેમ્સવર્થે હૉલીવુડની ભાગદોડથી દૂર ઓસ્ટ્રેલિયાના બાયરોન બે ખાતે કરોડોનું પ્રોપર્ટી ખરીદીને એક ભવ્ય મોર્ડન મેન્શન તૈયાર કર્યું છે. આ આલીશાન ઘરમાં 50 મીટર લાંબો રૂફટોપ ઇન્ફિનિટી પુલ, જિમ તેમજ ટેનિસ કોર્ટ અને ડર્ટ-બાઇક ટ્રેક જેવી સુવિધાઓ સામેલ છે.

હોલીવુડ એક્ટર ક્રિસ હેમ્સવર્થે અને તેમની પત્ની એલસા પટાકીએ વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયાના બાયરોન બે પાસે આવેલી 4.2 હેક્ટર એટલે કે આશરે 10.4 એકર જમીન A$7 મિલિયન આપીને ખરીદી હતી. આ પ્રોપર્ટી પર અગાઉ એક બાલીનીઝ સ્ટાઇલનું આઠ બેડરૂમવાળું રીસોર્ટ હતું, જેને આ કપલે તોડીને એક આધુનિક મેન્શનમાં પરિવર્તિત કરી દીધું છે. લોસ એન્જલસની લાઇફસ્ટાઇલ છોડીને શાંતિપૂર્ણ માહોલમાં રહેવા માટે આ કપલે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના આ વિસ્તારને પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું, જેના બાંધકામને લઈને સ્થાનિક સ્તરે પણ ઘણી ચર્ચા થઈ હતી.

આ પ્રોપર્ટીના રિડેવલપમેન્ટ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં નવા ઘરમાં 6 બેડરૂમ, જિમ, સ્ટીમ રૂમ, મીડિયા રૂમ અને ગેમ્સ રૂમ બનાવવામાં આવ્યા છે. આ પ્રોપર્ટીનું સૌથી મોટું આકર્ષણ તેનો 50 મીટર લાંબો રૂફટોપ ઇન્ફિનિટી પુલ છે. વર્ષ 2019માં બાંધકામ પાછળ આશરે A$8.8 મિલિયનનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને તે સમયે આ ઘરની કિંમત આશરે A$20 મિલિયન આંકવામાં આવી હતી, જે સમયની સાથે વધીને હવે અંદાજે A$75 મિલિયન સુધી પહોંચી હોવાની ચર્ચા છે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ આ એસ્ટેટમાં ટેનિસ કોર્ટ અને લગભગ A$150,000 ના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ ડર્ટ-બાઇક ટ્રેક જેવી નવી મનોરંજન સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે.

ક્રિસ હેમ્સવર્થ અને એલસા પટાકીએ હોલીવુડની લાઈમલાઈટથી દૂર પોતાના 3 બાળકો સાથે અહીં આવીને એક સામાન્ય અને ગ્રાઉન્ડેડ જીવન શૈલી અપનાવી છે. આ પ્રોપર્ટીમાં ફિટનેસ અને આઉટડોર પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં સોલાર પેનલ્સ, સ્કેટબોર્ડ રેમ્પ અને પ્રખ્યાત કલાકાર ઓટિસ હોપ કેરી દ્વારા બનાવવામાં આવેલ આર્ટવર્ક પણ સામેલ છે. આ સેલિબ્રિટી કપલના અહીં વસવાટ કરવાથી આ વિસ્તાર દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હવે પરિવારના અન્ય સભ્યો પણ આ જ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે.

LATEST ARTICLES