JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સુપ્રીમ કોર્ટનો મોટો ફેંકો, કર્ણાટકમાં સરકાર જમીન માત્ર પબ્લિક પર્પઝ માટે જ એક્વાયર કરી શકે

Oct 27, 2026 | 01:40 | By JAMNAGAR MIRROR
સુપ્રીમ કોર્ટનો મોટો ફેંકો, કર્ણાટકમાં સરકાર જમીન માત્ર પબ્લિક પર્પઝ માટે જ એક્વાયર કરી શકે
સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકાર દ્વારા વર્ષ 1988માં બેંગલુરુ પાસે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે કરવામાં આવેલું જમીનનું એક્વિઝિશન રદ કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર કોઈ વ્યક્તિ કે ઓર્ગેનાઈઝેશનના ફાયદા માટે નહીં પણ માત્ર લોકહિત માટે જ જમીન લઈ શકે છે અને આ સાથે જ 38 વર્ષ પછી જમીન તેના સાચા માલિકોને પાછી સોંપવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ મા સુનાવણી કરતા ખૂબ જ સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે જણાવ્યું કે આખો જમીન એક્વિઝિશનનો પ્રોસેસ સામાન્ય નાગરિકો સાથે કરવામાં આવેલી છેતરપિંડી તરફ ઈશારો કરે છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે મિડલમેનના કહેવાથી સરકારે પોતાની મશીનરીનો દુરુપયોગ કરીને સોસાયટી માટે ગેરકાયદેસર રીતે જમીન એક્વાયર કરી હતી, જે હાઇકોર્ટના સિંગલ બેન્ચના આદેશ સાથે બિલકુલ સુસંગત છે.

આ કેસમાં કોર્ટે કડક આદેશ આપતા રાજ્ય સરકારને તમામ લિટિગન્ટ લેન્ડઓનર્સને રૂ. 50,000 નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે જેમણે આ પૂરા પ્રોસેસ સામે પડકાર ફેંક્યો હતો. કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું કે પ્રાઇવેટ જમીનનું એક્વિઝિશન માત્ર કાયદાની મર્યાદામાં રહીને અને પબ્લિક પર્પઝ માટે જ થઈ શકે છે, માત્ર યોગ્ય વળતર ચૂકવી દેવાથી ગેરકાયદેસર કે લોકહિત વગરના એક્વિઝિશનને યોગ્ય ઠેરવી શકાય નહીં.

LATEST ARTICLES