લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે જણાવ્યું કે દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને આંતરરાષ્ટ્રીય તણાવ હળવા કરવામાં સંસદો એક મજબૂત સેતુનું કામ કરી શકે છે. હાલમાં દુનિયાભરમાં ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષો અને વૈશ્વિક પડકારો વચ્ચે શાંતિપૂર્ણ રસ્તાઓ શોધવા ખૂબ જરૂરી બન્યા છે. બ્રિક્સ પાર્લિયામેન્ટરી ફોરમમાં બોલતી વખતે તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે જનતાની અપેક્ષાઓનું પ્રતિબિંબ સમાન સંસદો વૈશ્વિક મુશ્કેલીઓ સામે રચનાત્મક જવાબો આપી શકે છે.
આ મહાસંમેલનમાં રશિયા, ઈરાન અને UAE સહિતના બ્રિક્સ મેમ્બર દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઓમ બિરલાએ દુનિયા સામે મોં ફાડીને ઉભેલા ગંભીર પ્રશ્નો જેવા કે આર્થિક અસ્થિરતા, ટ્રેડ ટેન્શન, ટેરરિઝમ અને ક્લાઈમેટ ચેન્જની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આજની દુનિયા ખૂબ જ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહી છે અને આ બધી અસરો કોઈ એક દેશ સુધી સીમિત નથી રહેતી, પરંતુ તેની અસર સરહદો ઓળંગીને આખી દુનિયા પર પડે છે.
આવા મુશ્કેલ સમયમાં કોઈ એકલા દેશથી કંઈ ન થઈ શકે, તેથી બધાએ સાથે મળીને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી નિભાવવી પડશે. સ્પીકરે સ્પષ્ટપણે જણાવ્યું કે આજના આ ગ્લોબલ લેન્ડસ્કેપમાં ડાયલોગ, ડિપ્લોમસી અને પરસ્પર કોઓપરેશનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. જો દુનિયાને સંકટમાંથી બહાર લાવવી હોય તો તમામ રાષ્ટ્રોએ ભેગા મળીને વાતચીતનો રસ્તો અપનાવવો જ પડશે.
