JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

ગાંધીનગર મેડિકલ કોલેજમાં તબીબોએ શીખ્યા સંશોધનમાં AI નો ઉપયોગ કરવાની રીતો

Oct 27, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
ગાંધીનગર મેડિકલ કોલેજમાં તબીબોએ શીખ્યા સંશોધનમાં AI નો ઉપયોગ કરવાની રીતો
ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ખાસ સીએમઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 95 જેટલા ડોક્ટર અને વિદ્યાર્થીઓએ મેડિકલ રિસર્ચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે મહત્વની તાલીમ મેળવી હતી.

ગાંધીનગર સ્થિત જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ઇન્સ્ટિટયૂશનલ રિસર્ચ એન્ડ ઇનોવેશન કમિટી દ્વારા તાજેતરમાં એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. AI ઈન મેડિકલ રિસર્ચ વિષય પર યોજાયેલી આ કન્ટિન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન એટલે કે સીએમઇમાં તબીબી ક્ષેત્રે બદલાતા પ્રવાહો પર ચર્ચા કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડીન અને કમિટીના અધ્યક્ષ ડૉ. અંકુર ઝાલાવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તબીબોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવાનો હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના ડૉ. ભાર્ગવ દવે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તબીબી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વક્તવ્ય દરમિયાન તેમણે સંશોધન પ્રશ્નોની રચના કરવા, સાહિત્ય સમીક્ષા, રિસર્ચ પ્રસ્તાવ તૈયાર કરવા, સેમ્પલ સાઇઝની ગણતરી કરવા, ડેટા વિશ્લેષણ અને રિસર્ચ લેખન જેવા વિવિધ તબક્કાઓમાં AI આધારિત સાધનો કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે તેની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.

આ સીએમઇમાં વિવિધ વિભાગના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને પીજી એટલે કે અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત કુલ 95 સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ દ્વારા તબીબોને માત્ર ટેકનોલોજીનો ઉપયોગ જ નહીં, પરંતુ સંશોધનમાં વૈજ્ઞાનિક ચોકસાઈ, નૈતિકતા અને માહિતીની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી રાખવી તેની પણ ખાસ હિમાયત કરવામાં આવી હતી, જે ભવિષ્યના તબીબી સંશોધનો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

LATEST ARTICLES