JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અલાસ્કામાં પરિવારની કમાલ, બાળકો માટે શરૂ કરેલી રમકડા જેવી ટ્રેન આજે બની ગઈ ૩.૫ માઈલ લાંબુ આકર્ષણ

Oct 26, 2026 | 23:25 | By JAMNAGAR MIRROR
અલાસ્કામાં પરિવારની કમાલ, બાળકો માટે શરૂ કરેલી રમકડા જેવી ટ્રેન આજે બની ગઈ ૩.૫ માઈલ લાંબુ આકર્ષણ
અમેરિકાના અલાસ્કામાં જેક ક્લિંગબીલ નામના વ્યક્તિએ વર્ષ 1969માં પોતાના સંતાનો માટે શરૂ કરેલી મિની ટ્રેન આજે 3.5 માઈલના વિશાળ રૂટ પર દોડી રહી છે. વુડલેન્ડ વિસ્તારમાં ફેલાયેલા આ ટ્રેન રૂટ પર ટનલ, બ્રિજ અને સુંદર મોડેલ ટાઉન્સ જોવા મળે છે, જે આજે બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

અમેરિકાના વાસિલા શહેરમાં આવેલી આ અદભુત મિની રેલવેની કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી રસપ્રદ છે. મૂળ તો વર્ષ 1969માં જેક ક્લિંગબીલ અને તેમની પત્નીએ પોતાના બાળકો ઘરમાં તોફાન મચાવવાને બદલે કંઈક રચનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે અને શિસ્તમાં રહે તે માટે આ નાનકડી ટ્રેન શરૂ કરી હતી. શરુઆતમાં એન્કોરેજમાં શરૂ થયેલી આ સફર પાલમ ફેરગ્રાઉન્ડ્સ થઈને આજના વાસિલા વિસ્તાર સુધી પહોંચી છે. અલાસ્કા લાઈવ સ્ટીમર્સ રેલવે મ્યુઝિયમ તરીકે ઓળખાતી આ સંસ્થાના એન્જિન ખાસ જગ્યા પર જ તૈયાર કરવામાં આવે છે અને માત્ર ટ્રેકની જ બહારથી ખરીદી કરવામાં આવે છે. આખી સફરનો એક રાઉન્ડ પૂરો થવામાં બરાબર 55 મિનિટનો સમય લાગે છે અને પ્રવાસીઓ જંગલ વચ્ચેથી પસાર થતી આ મિની ટ્રેનમાં બેસીને ફોટોશૂટની મજા પણ માણે છે.

આજે આ અતિપ્રાચીન અને અનોખો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પરિવાર અને સ્વયંસેવકોના સહારે ચાલી રહ્યો છે. જેકના પરિવારની નવી પેઢી પણ આમાં પૂરો સાથ આપી રહી છે, જેમાં તેમની પુત્રી પેસેન્જર ચેકિંગનું કામ સંભાળે છે અને પૌત્ર ટ્રેન ચલાવવામાં મદદ કરે છે. આ ટ્રેનનું વજન અંદાજે 1000 પાઉન્ડ જેટલું હોય છે અને તે એક ફેરામાં 10 પ્રવાસીઓને બેસાડી શકે છે. ખાસ વાત એ છે કે દિવ્યાંગ બાળકો કે ખાસ જરૂરિયાતવાળા પ્રવાસીઓ માટે ખાસ ચેર કારની પણ સુવિધા રાખવામાં આવી છે જેથી દરેક વ્યક્તિ આ સફરનો આનંદ માણી શકે. ટ્રેનની આ સફર 18 એકરમાં ફેલાયેલા જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે અને રૂટમાં વોટર પોન્ડ્સ તથા સુંદર ગામડાઓના નાના મોડેલ્સ જોવા મળે છે.

આખી સંસ્થા નોન-પ્રોફિટ ધોરણે ચાલે છે અને તેમાં કામ કરનાર દરેક વ્યક્તિ કોઈ પણ જાતના વેતન વગર ફક્ત સેવાભાવથી જોડાયેલા છે. ટ્રેનની ટિકિટ અને મળતા ડોનેશનના પૈસા સીધા જ ટ્રેકના મેન્ટેનન્સ અને તેના વિસ્તાર પાછળ વાપરવામાં આવે છે. રેલવેના સંચાલકોના જણાવ્યા મુજબ પ્રવાસીઓ ફેસબુક પેજ કે ઓફિશિયલ વેબસાઈટ દ્વારા સંપર્ક કરીને વોલેન્ટિયર બની શકે છે કે ડોનેશન આપી શકે છે. 55 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવતી આ મિની ટ્રેનની સફર આજે પણ હજારો પ્રવાસીઓને તેમના બાળપણની યાદો તાજી કરાવી દે છે અને અલાસ્કા આવતા પ્રવાસીઓ માટે આ એક મસ્ટ-વિઝિટ સ્પોટ બની ગયું છે.

LATEST ARTICLES