JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર, હવે વાર્ષિક પાસની નવી સ્કીમ જાહેર

Oct 27, 2026 | 00:06 | By JAMNAGAR MIRROR
નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર, હવે વાર્ષિક પાસની નવી સ્કીમ જાહેર
નેશનલ હાઈવે ટોલ પ્લાઝાથી 20 કિલોગ્રામની ત્રિજ્યામાં રહેતા સ્થાનિકોને મોટો આર્થિક ફાયદો થશે. સોમવારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારો માટે વાર્ષિક 1,500 રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 3,000 રૂપિયાનો વાર્ષિક પાસ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

રોડ અને હાઈવે પર સતત અવરજવર કરતા સ્થાનિક મુસાફરો માટે સરકાર તરફથી એક શાનદાર ખબર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ટોલ પ્લાઝાની આસપાસ 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને હવે દર મહિને પાસ કઢાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, કારણ કે સરકાર દ્વારા નવા વાર્ષિક કન્વેન્શનલ પાસની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી જે લોકો મંથલી પાસ કઢાવતા હતા તેમને વાર્ષિક 4,320 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ સોમવારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા નેશનલ હાઈવે ફી રૂલ્સમાં કરવામાં આવેલા ફેરફારો બાદ હવે આ ખર્ચ ઘટીને ખૂબ જ સામાન્ય થઈ જશે.

નવા નિયમો મુજબ જો કોઈ ટોલ પ્લાઝા મ્યુનિસિપલ કે લોકલ ટાઉન લિમિટની બહાર આવેલો હોય તો તેના ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ માત્ર 1,500 રૂપિયા ખર્ચીને વાર્ષિક પાસ મેળવી શકશે, જ્યારે મ્યુનિસિપલ હદની અંદર આવતા ટોલ પ્લાઝા માટે આ વાર્ષિક પાસની કિંમત 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે વાહનચાલકો પાસે પર્સનલ યુઝ માટે રજીસ્ટર્ડ થયેલું અને વેલિડ તથા ફંક્શનલ FASTag હોવું અનિવાર્ય છે. વાહનમાલિકો પોતાની જરૂરિયાત મુજબ જૂના મંથલી પાસ અથવા આ નવા વાર્ષિક લોકલ પાસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકશે અને સરકાર દર વર્ષે 1 એપ્રિલના રોજ આ દરોની સમીક્ષા પણ કરશે.

જોકે આ પાસનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો પણ ધ્યાનમાં રાખવા પડશે, જેમ કે આ પાસ માત્ર એક જ નિશ્ચિત ટોલ પ્લાઝા માટે જ માન્ય રહેશે અને તેને બીજા કોઈ પ્લાઝા પર વાપરી શકાશે નહીં. ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ હેઠળ આવતા એક્સપ્રેસવે કે નેશનલ હાઈવે પર આ પાસ ઇશ્યુ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત જો વાહનચાલક માટે કોઈ સર્વિસ રોડ કે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હશે તો આ કન્વેન્શનલ પાસનો લાભ નહીં મળે, જેનો અર્થ સ્પષ્ટ છે કે વૈકલ્પિક રસ્તાની ગેરહાજરીમાં જ સ્થાનિક લોકોને આ આર્થિક રાહતનો પૂરો ફાયદો મળશે.

LATEST ARTICLES