દુનિયાભરમાં પોતાની ટેકનોલોજીનો દબદબો ધરાવતી અગ્રણી કંપની માઈક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ માટે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. કંપનીએ ખર્ચ પર કાપ મૂકવા અને પોતાની ટીમને બદલાતા સમય પ્રમાણે તૈયાર કરવા માટે આશરે 60000 કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડવા માટે એટલે કે બાયઆઉટ ઓફર આપવાનું નક્કી કર્યું છે. આ ખાસ યોજના હેઠળ કર્મચારીઓને યોગ્ય આર્થિક સહાય અને કરિયર પ્લાનિંગ રિસોર્સિસ પૂરા પાડવામાં આવશે, જેથી જે લોકો કંપની બહાર પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા હોય તેઓ સરળતાથી આ ટ્રાન્ઝિશન પૂરું કરી શકે.
આ રિપોર્ટ મુજબ આ વોલેન્ટરી એક્ઝિટ ઓફર અમેરિકા, કેનેડા, યુકે અને ભારતમાં કામ કરતા પાત્ર કર્મચારીઓને લાગુ પડશે, જેમાં લેવલ 70 અને તેનાથી નીચેના એટલે કે વાઈસ પ્રેસિડેન્ટ લેવલ સુધીના સિનિયર લીડર્સનો સમાવેશ થાય છે. આ ઓફર એઆઈ એક્સપિરિયન્સ, કોપાયલોટ, ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સિસ, એક્સબોક્સ અને વિન્ડોઝ પ્લસ ડિવાઈસિસ જેવા મહત્ત્વના વિભાગોમાં જ લાગુ રહેશે, જ્યારે માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સિક્યુરિટી જેવા યુનિટ્સને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હાલમાં જૂન મહિનાના અંત સુધીમાં કંપનીમાં આશરે 223000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને આ નવું પગલું કંપનીને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરવામાં મદદ કરશે.
જે કર્મચારીઓ આ ઓફર સ્વીકારવા માંગતા હોય તેમણે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પોતાનો અંતિમ નિર્ણય લેવાનો રહેશે અને જેઓ સંમત થશે તેઓ આ વર્ષના અંત સુધીમાં કંપની છોડી દેશે. અગાઉ જુલાઈ મહિનામાં પણ માઈક્રોસોફ્ટે રિટાયર્ડ એજ ક્રાઈટેરિયાના આધારે આશરે 8750 કર્મચારીઓને રિટાયરમેન્ટ બાયઆઉટ ઓફર આપી હતી, જેમાંથી 30 ટકા એટલે કે 2625થી વધુ કર્મચારીઓએ તે સ્વીકારી લીધી હતી. જો કે, કંપનીનું માનવું છે કે આ નવી વોલેન્ટરી ઓફર સ્વીકારનાર કર્મચારીઓની સંખ્યા અગાઉની સરખામણીએ ઓછી રહેશે અને આનાથી કંપનીને કોઈ પણ પ્રકારની જબરજસ્તી વગર સ્ટાફ ઘટાડવામાં મોટી મદદ મળશે.
